લોકસભામાં વક્ફ સંશોધન બિલ પાસ, હવે રાજ્યસભામાં થશે લિટમસ ટેસ્ટ, જાણો શું છે નંબર્સ ગેમ
બુધવારે લોકસભામાં વિવિધ વિપક્ષી દળોના સભ્યોના જોરદાર વિરોધ વચ્ચે વક્ફ (સંશોધન) બિલ, 2025 પાસ કરી દેવામાં આવ્યું. લોકસભામાં 288 સાંસદોએ આ બિલની તરફેણમાં, જ્યારે 232 મત બિલની વિરુદ્ધમાં પડ્યા હતા. વિપક્ષી સાંસદોએ ચર્ચા દરમિયાન બિલ વિરુદ્ધ 100 થી વધુ સંશોધન પ્રસ્તાવિત કર્યા હતા, પરંતુ મતદાન દરમિયાન વિપક્ષના તમામ સંશોધન પડી ગયા. ચર્ચા દરમિયાન, સરકારે કહ્યું કે જો તે વક્ફ સંશોધન બિલ ન લાવી હોત તો, સંસદ ભવન સહિતની ઘણી ઇમારતો દિલ્હી વક્ફ બોર્ડ પાસે જતી રહેતી અને જો કોંગ્રેસના શાસનમાં વક્ફ મિલકતોનું યોગ્ય સંચાલન કરવામાં આવ્યું હોત તો માત્ર મુસ્લિમોનું જ નહીં, પરંતુ દેશનું ભાગ્ય બદલાઈ ગયું હોત.
રાજ્યસભામાં નંબર ગેમની વાત કરીએ તો, અત્યારે અહીંના સભ્યોની કુલ સંખ્યા 236 છે. વક્ફ સંશોધન બિલને પાસ કરવા માટે 119 સાંસદોના સમર્થનની જરૂર છે. નોમિનેટેડ અને અપક્ષ સભ્યો સહિત NDAનો આંકડો 125 સુધી પહોંચી જાય છે. જો આપણે વિપક્ષી દળોની વાત કરીએ તો તેમની સંખ્યા 95 છે. 16 સભ્યો એવા છે કે જેના પર હજુ સસ્પેન્સ યથાવત્ છે. ચાલો જાણીએ કે રાજ્યસભામાં નંબર ગેમ શું છે.
વક્ફ બિલ (NDA)નું સમર્થન
ભાજપ: 98
JDU: 4
NCP: 3
TDP: 2
JDS: 1
RPI(આઠવલે) :1
શિવસેના: 1
NGP: 1
RLD: 1
UPPL: 1
RLM: 1
PMK: 1
TMC-M: 1
NPP: 1
સ્વતંત્ર: 2
નોમિનેટ: 6
કુલ 125
વક્ફ બિલનો વિરોધ (ઇન્ડિયા ગઠબંધન)
કોંગ્રેસ: 27
TMC: 13
DMK: 10
SP: 4
AAP: 10
YSRC: 7
RJD: 5
JMM: 3
CPIM: 4
CPI :2
IUML: 2
NCP SP: 2
શિવસેના (UBT): 2
AGM: 1
MDMK: 1
KCM: 1
સ્વતંત્ર: 1
કુલ 95
વક્ફ બિલ પર સસ્પેન્સ
BRS: 4
BJD: 7
AIADMK: 4
BSP: 1
કુલ 16
લોકસભામાં તો વક્ફ સંશોધન બિલ પાસ થઈ ચૂક્યું છે, હવે રાજ્યસભામાં તે પાસ થવા માટે મોકલવામાં આવશે. આજે સ્પષ્ટ થઈ જશે કે રાજ્યસભામાં આ બિલ પાસ થઈ શકે છે કે નહીં. ભાજપ આ બિલને કોઈ પણ ભોગે રાજ્યસભામાં પાસ કરવવાનો પ્રયાસ કરશે, અને તે થઈ જાય તેવી સંભાવના છે કેમ કે તેની પાસે રાજ્યસભામાં પણ બહુમતિનો જાદુઇ આંકડો છે. ખેર હવે જોવાનું એ રહેશે કે આજે રાજ્યસભામાં વક્ફ સંશોધન બિલ પાસ થાય છે કે નહીં.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp