અર્જૂન મોઢવાડિયાએ રાહુલ ગાંધીને લઈને એવું શું કહ્યું કે અમિત ચાવડા પણ હસી પડ્યા?
Arjun Modhwadia: કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં સામેલ થયેલા અર્જૂન મોઢવાડિયાએ વિધાનસભામાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સંસદમાં નેતા વિપક્ષનું નામ લીધા વિના ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, કોંગ્રેસના આ નેતાને લગ્નના ઘોડા અને રેસના ઘોડાની વાત તો છોડો, ઘોડા અને ગધેડામાં શું ફરક છે એ પણ ખબર નથી.
રાહુલ ગાંધીને કટાક્ષમાં આડેહાથ લીધા હોવા છતા વિપક્ષના કોઇ નેતાએ તેનો વિરોધ પણ કર્યો નહોતો. ઉપરાંત આ કટાક્ષબાજી દરમિયાન અમિત ચાવડા ખૂદ હસતા નજરે પડ્યા હતા. કોંગ્રેસના ટોચના નેતા વિરુદ્ધ નિવેદનબાજી કરી હોવા છતા ગૃહમાંથી આ નિવેદનને દૂર કરવામાં આવે તે માટે એક શબ્દ પણ બોલ્યા નહોતા.
વિધાનસભામાં અર્જૂન મોઢવાડિયાએ કહ્યું હતું કે, કોંગ્રેસના દિલ્હીના એક નેતાને પાર્ટી વારસામાં મળી છે. આ નેતા તાજેતરમાં જ ગુજરાત આવ્યા હતા અને બોલ્યા હતા કે કોંગ્રેસને ખબર પડતી નથી કે રેસના ઘોડા અને લગ્નના ઘોડા ક્યાં છે. હું એ પાર્ટીમાં હતો અને આ વાત 12 વર્ષથી સંભાળી રહ્યો છું. રેસ અને લગ્નના ઘોડા તો ઠીક, પરંતુ ઘોડા અને ગધેડામાં પણ ફરક ખબર નથી. આ નેતાએ કોંગ્રેસમાંથી 40-50 લોકોને કાઢી મુજવાની વાત કરી, પરંતુ પહેલા લિસ્ટ તો બનાવે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, મને વિપક્ષના મિત્રોની મહેનત પર દયા આવે છે. આમ મોઢવાડિયાએ એક રીતે કટાક્ષમાં વાત કરીને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષની ઈજ્જતના ધજાગરા ઉડાવ્યા હોવા છતા કોગ્રેસના કોઈ જ નેતાએ આ શબ્દો વિધાનસભાના રેકોર્ડમાં હટાવવાની કરવાની માગ શુદ્વા કરી નહોતી. રાજકીય ગલિયારામાં એવી ચર્ચા થઇ રહી છે કે આ મામલે ગુજરાત કોંગ્રેસના નેતા ભોળા બની રહ્યા છે કે પછી તેમને પણ અર્જૂન મોઢવાડિયાની વાતમાં કઇ દમ નજરે પડી રહ્યો છે?
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp