Bharat Bandh: આજે ભારત બંધ, રેલવે-બસ, બેન્ક અને પોસ્ટલ સેવાઓ પર શું અસર પડશે? 10 પોઇન્ટમાં સમજો

Bharat Bandh: આજે ભારત બંધ, રેલવે-બસ, બેન્ક અને પોસ્ટલ સેવાઓ પર શું અસર પડશે? 10 પોઇન્ટમાં સમજો

07/09/2025 National

SidhiKhabar

SidhiKhabar

Bharat Bandh: આજે ભારત બંધ, રેલવે-બસ, બેન્ક અને પોસ્ટલ સેવાઓ પર શું અસર પડશે? 10 પોઇન્ટમાં સમજો

Bharat Bandh Today: દેશભરના 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોના સંયુક્ત મંચ દ્વારા આજે એટલે કે 9 જુલાઈ 2025ના રોજ 'ભારત બંધ'ની જાહેરાત કરવામાં આવી છે. આ હડતાળમાં 25 કરોડથી વધુ કામદારો ભાગ લેશે. તેમાં બેન્કો, પોસ્ટલ, કોલસા ખનન, વીમા, વીજળી અને નિર્માણ જેવા ક્ષેત્રોના કામદારોનો સમાવેશ થશે. ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસના સભ્ય અમરજીત કૌરે જણાવ્યું હતું કે ખેડૂતો અને ગ્રામીણ મજૂરો પણ આ બંધમાં જોડાશે. યુનિયનોનું કહેવું છે કે આ હડતાળ સરકારની નીતિઓ વિરુદ્ધ એક મોટું પગલું છે, જે મજૂરો અને ખેડૂતોના અધિકારો છીનવી રહી છે.


કયા ક્ષેત્રો પર પડશે અસર થશે? મોટી વાતો

કયા ક્ષેત્રો પર પડશે અસર થશે? મોટી વાતો
  1. બેન્ક કર્મચારી સંઘે પુષ્ટિ કરી છે કે બેન્કિંગ ક્ષેત્રના કર્મચારીઓ પણ આ બંધમાં જોડાશે.
  2. જોકે કોઈ સત્તાવાર બેન્ક રજા જાહેર કરવામાં આવી નથી, બેન્ક સેવાઓ બાધિત થઈ શકે શકે છે. બંગાળ પ્રાંતીય બેન્ક કર્મચારી સંઘ અનુસાર, વીમા ક્ષેત્રના કર્મચારીઓ પણ હડતાળમાં ભાગ લઈ શકે છે.
  3. હડતાળમાં પાવર સેક્ટરના 27 લાખ કામદારો જોડાઈ રહ્યા હોવાથી વીજળી સેવાઓ પણ પ્રભાવિત થઈ શકે છે.
  4. રેલવે સેવાઓ ચાલુ રહેશે, પરંતુ આ હડતાળને કારણે કેટલાક વિલંબ થવાની ધારણા છે, પરંતુ હડતાળ જાહેર પરિવહનને અસર કરશે.
  5. શાળાઓ અને કોલેજો રાબેતા મુજબ ખુલ્લી રહેશે, કારણ કે કોઈ રજા જાહેર કરવામાં આવી નથી.
  6. ટ્રેડ યુનિયનોએ બેરોજગારી દૂર કરવા, મનરેગામાં કામકાજના દિવસો અને વેતનમાં વધારો કરવા અને વધુ રોજગારીનું સર્જન કરવાની માગ કરી છે.
  7. યુનિયનોનું કહેવું છે કે સરકારના 4 નવા શ્રમ કાયદા કામદારોના અધિકારો છીનવે છે, સામૂહિક સોદાબાજીને દૂર કરે છે અને કામના કલાકો વધારે છે.
  8. યુનિયનોએ સરકાર પર ‘વ્યવસાયની સરળતાના નામે નોકરીદાતાઓની તરફેણ કરવાનો આરોપ લગાવ્યો.
  9. તેમનું કહેવું છે કે નવા શ્રમ કાયદા નોકરીદાતાઓને જવાબદારીથી બચાવે છે, જે કામદારો માટે અન્યાયી છે.
  10. 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોના ફોરમે કામદારોને આ હડતાળને ‘જબરદસ્ત સફળ બનાવવા અપીલ કરી છે. યુનિયનોનું કહેવું છે કે આ હડતાળ સરકારને તેમની માગણીઓ સ્વીકારવા દબાણ કરશે.

યુનિયનની શું છે માગો?

યુનિયનની શું છે માગો?

લઘુત્તમ મજૂરી દર મહિને 26,000 રૂપિયા કરવામાં આવે.

જૂની પેન્શન યોજના લાગૂ કરવામાં આવે.

ગ્રામીણ અને શહેરી ક્ષેત્રોમાં રોજગાર ગેરન્ટી યોજનાનો વિસ્તાર કરવામાં આવે.

4 લેબર કોડ પરત લેવામાં આવે.

સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યમોનું ખાનગીકરણ રોકવામાં આવે.


આ સંગઠનોએ બોલવ્યું ભારત બંધ

આ સંગઠનોએ બોલવ્યું ભારત બંધ

ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ (INTUC), ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ (AITUC)

હિન્દુ મજૂર સભા (HMS)

સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન્સ (CITU)

ઓલ ઈન્ડિયા યુનાઈટેડ યુનિયન સેન્ટર (AIUTUC)

ટ્રેડ યુનિયન કો-ઓર્ડિનેશન સેન્ટર (TUCC)

સેલ્ફ એમ્પ્લોયડ વિમેન્સ એસોસિએશન (SEWA)

ઓલ ઈન્ડિયા સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ટ્રેડ યુનિયન્સ (AICCTU)

લેબર પ્રોગ્રેસિવ ફેડરેશન (LPF)

યુનાઈટેડ ટ્રેડ યુનિયન કોંગ્રેસ (UTUC).


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top