રાષ્ટ્રગાનના અપમાન બાદ નવા જ વિવાદમાં ફસાયા નીતિશ કુમાર, સાર્વજનિક કાર્યક્રમમાં મહિલાના ખભા પર

રાષ્ટ્રગાનના અપમાન બાદ નવા જ વિવાદમાં ફસાયા નીતિશ કુમાર, સાર્વજનિક કાર્યક્રમમાં મહિલાના ખભા પર હાથ મૂક્યો, જુઓ વીડિયો

03/31/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

રાષ્ટ્રગાનના અપમાન બાદ નવા જ વિવાદમાં ફસાયા નીતિશ કુમાર, સાર્વજનિક કાર્યક્રમમાં મહિલાના ખભા પર

CM Nitish Kumar: બિહારના મુખ્યમંત્રી છેલ્લા કેટલાક સમયથી તેમની હરકતના કારણે સતત ચર્ચામાં આવી રહ્યા છે. થોડા દિવસ અગાઉ એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં તેઓ રાષ્ટ્રગાન ચાલી રહ્યું હોવા છતાં લોકોને નમસ્તે કરતા દેખાયા. જેને લોકો રાષ્ટ્રગાનનું અપમાન ગણાવી રહ્યા હતા. હવે તેઓ નવા જ કારણે વિવાદમાં આવ્યા છે. તેનો પણ વીડિયો સામે આવ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે એક કાર્યક્રમમાં તેઓ મહિલાના ખભા પર હાથ રાખે છે. આ કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહ મંત્રી પણ હતા અને તેઓ નીતીશ કુમારને આમ ન કરવા માટે સૂચવી રહ્યા હોય તેવો ઈશારો કરતાં નજરે પડ્યા.


જાણો શું છે આખો મામલો

જાણો શું છે આખો મામલો

બિહાર મુખ્યમંત્રી નીતિશ કુમાર ફરી એકવાર વિપક્ષના નિશાના પર આવી ગયા છે. આ વખતે રાષ્ટ્રીય જનતા દળ (RJD)એ એક વીડિયો શેર કર્યો છે અને જાહેર કાર્યક્રમમાં મહિલાના ખભા પર હાથ રાખવા બદલ તેમના પર સવાલો ઉઠાવ્યા છે. વાસ્તવમાં, રવિવારે પટનાના બાપુ ઓડિટોરિયમમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી નીતિશ કુમાર હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની 800 કરોડ રૂપિયાથી વધુની યોજનાઓનો શુભારંભ કરવામાં આવ્યો.

View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)

આ દરમિયાન અમિત શાહે કેટલાક લાભાર્થીઓને "ડમી ચેક" પણ આપ્યા હતા. આ લાભાર્થીઓમાંથી એક ગ્રામીણ મહિલા હતી, તે ફોટો ક્લિક કરાવવાના અનુરોધને સમજી શકી ન હતી. આ દરમિયાન 74 વર્ષીય મુખ્યમંત્રી નીતીશ કુમારે તેનો હાથ પકડીને પત્રકારો અને ફોટોગ્રાફરો તરફ ફેરવી અને તેના ખભા પર હાથ મૂકી દીધો. આ દરમિયાન અમિત શાહ નીતિશ કુમારને એમ ન કરવા માટે કહી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.


RJDએ સાધ્યું નિશાન

RJDએ સાધ્યું નિશાન

આ ઘટનાનો વીડિયો શેર કરતા RJDએ પોતાના સત્તાવાર નિવેદન એક્સ (અગાઉ ટ્વીટર) એકાઉન્ટ પર લખ્યું જુઓ મુખ્યમંત્રી નીતિશ કુમાર કયા પ્રકારે એક મહિલાને અપત્તિજનક રૂપે ખેંચી રહ્યો છે, જ્યારે ત્યાં ગૃહ મંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત છે. તેની સાથે જ પાર્ટીએ આરોપ લગાવ્યો કે, બીમાર મુખ્યમંત્રી અને લાચાર ભાજપ બિહારને શરમાવી રહી છે. વિપક્ષનો દાવો છે કે નીતિશ કુમાર શારીરિક અને માનસિક રીતે નબળા થઈ ચૂક્યા છે. RJDએ નીતિશ કુમારની સ્ટાઈલની નકલ કરતા લખ્યું, "શું 2005 પહેલા કોઈ મુખ્યમંત્રીએ આવું કર્યું હતું? આ બધું ત્યારે જ થયું જ્યારે હું સત્તામાં આવ્યો."


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top