સંસદમાં સંગ્રામ: સદનમાં મલ્લિકાર્જૂન ખરગે એવું શું બોલી ગયા કે જેપી નડ્ડાએ ઉભા થઈને તરત વિરોધ ન

સંસદમાં સંગ્રામ: સદનમાં મલ્લિકાર્જૂન ખરગે એવું શું બોલી ગયા કે જેપી નડ્ડાએ ઉભા થઈને તરત વિરોધ નોંધાવ્યો

03/11/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

સંસદમાં સંગ્રામ: સદનમાં મલ્લિકાર્જૂન ખરગે એવું શું બોલી ગયા કે જેપી નડ્ડાએ ઉભા થઈને તરત વિરોધ ન

આજે રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગે અને ભાજપના અઘ્યક્ષ જે.પી. નડ્ડા વચ્ચે બહેસ થઈ ગઇ. જ્યારે ડેપ્યુટી સ્પીકરે ખડગેને બોલતા અટકાવ્યા ત્યારે તેમણે કહ્યું કે અહીં તાનાશાહી ચાલી રહી છે. જેના પર તેમને ફરી ટોક્યા, ત્યારે ખડગેએ કહ્યું કે, શું-શું ઠોકવાનું છે, અમે સારી રીતે ઠોકીશું. સરકારને ઠોકીશું. જેના પર જેપી નડ્ડા તરત જ ઊભા થયા અને તેને ખુરશીનું અપમાન ગણાવ્યું.

જેપી નડ્ડાએ કહ્યું કે, 'એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે વર્તમાન વિપક્ષી નેતા, જેમનો વિધાનસભા અને સંસદમાં લાંબો અને અનુભવી કાર્યકાળ રહ્યો છે, જેમણે લોકસભા અને રાજ્યસભામાં પાર્ટીનું નેતૃત્વ કર્યું છે. તેમણે આ પ્રકારની ભાષાનો ઉપયોગ કર્યો. આ અત્યંત નિંદનીય છે. હોબાળો વધતા ખડગેએ અધ્યક્ષની માફી માગી.


ખડગેએ અધ્યક્ષ પાસે માફી માગી

ખડગેએ અધ્યક્ષ પાસે માફી માગી

ગૃહમાં હોબાળો વધતા, મલ્લિકાર્જુન ખડગેએ અધ્યક્ષની માફી માંગી. વિપક્ષી નેતાએ કહ્યું કે, 'મને માફ કરશો.' મેં તમારા તમારા માટે વાત કરી નથી. મેં સરકાર માચે કહ્યું છે. જો તમને મારા શબ્દોથી દુઃખ થયું હોય, તો હું માફી માગુ છું. મારું કહેવું છે કે જો તમે આ દેશના એક ભાગ માટે સ્વાભિમાનને ઠેસ પહોંચાડવાની વાત કરશો કે તેઓ સભ્ય નથી, તો તમે મંત્રી પાસે રાજીનામું લો.. તેઓ દેશના ભાગલા પાડવાની વાત કરી રહ્યો છે.


તેમણે સરકાર વિશે જે કંઈ કહ્યું તે પણ નિંદનીય છે: નડ્ડા

તેમણે સરકાર વિશે જે કંઈ કહ્યું તે પણ નિંદનીય છે: નડ્ડા

ગૃહના નેતાએ ખડગેની માફીને પ્રશંસનીય ગણાવી. નડ્ડાએ કહ્યું કે તેમણે સરકાર વિશે જે શબ્દોનો ઉપયોગ કર્યો છે તે પણ નિંદનીય છે. તેમને સંસદીય કાર્યવાહીમાંથી દૂર કરવા જોઈએ.


ટ્રેનિંગને લઇને પણ થઇ બહેશ

ટ્રેનિંગને લઇને પણ થઇ બહેશ

રાજ્યસભાની કાર્યવાહી શરૂ થયા બાદ, ઉપસભાપતિ હરિવંશ નારાયણે કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુનું નામ લઇને તેમને ગૃહમાં દસ્તાવેજ રાખવા કહ્યું, પરંતુ કેન્દ્રીય મંત્રી ગૃહમાં હાજર નહોતા. વિપક્ષી સાંસદોએ તેનો વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે મંત્રીની ગેરહાજરી શરમજનક છે. ખડગેએ કહ્યું કે, ગૃહના નેતાએ સોમવારે સલાહ આપી હતી કે વિપક્ષના નેતા અને વિપક્ષના સભ્યોને ગૃહના નિયમોની તાલીમ આપવી જોઇએ. ખડગેએ કહ્યું કે, 'હું તમને પૂછું છું. તમે તાલીમ કેમ નથી લેતા? તમારા લોકો સમયસર આવતા નથી. મંત્રી ગણ પણ આવતા નથી. આ ખૂબ જ શરમજનક વાત છે.  


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top