સુરત: ઝઘડા બાદ લુખ્ખાએ જાહેરમાં છરા બતાવીને કરી દાદાગીરી, જુઓ વીડિયો
Surat: સુરતમાં સતત કાયદો અને વ્યવસ્થા કથળી રહ્યા છે. પોલીસ અસમાજિક અને લુખ્ખા તત્વો પર કાર્યવાહી પણ કરી રહી છે છતા પોલીસને આ લોકો ગાંઠતા જ નથી. રોજબરોજ આવા લુખ્ખાઓનો આતંક વધી રહ્યો છે. તાજેતરમાં જ એક શખ્સે પાનાનાં ગલ્લો ચલાવનાર પર એસિડ ફેંકી દીધું હતું, જેથી હાહાકાર મચી ગયો હતો. તો હવે એક ગોડાદરામાં એક શખ્સે છરા બતાવી જાહેરમાં દાદાગરી કરી હતી, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પોલીસે આ શખ્સ સામે કાર્યવાહી કરી છે.
મળતી માહિતી મુજબ, 1 એપ્રિલની રાત્રે રાજાનો કોઈ વ્યક્તિ સાથે અંગત બાબતે ઝઘડો થયો હતો અને તેને ડરાવવા માટે રાજા રેમ્બો ચપ્પુ લઈને પહોંચ્યો હતો. કોઇકે આ આખી ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. ત્યારબાદ પોલીસને આ ઘટનાની જાણ થતા ગોદાદરા પોલીસ દોડતી થઈ હતી.
ગોડાદરા વિસ્તારમાં તીક્ષ્ણ હથિયાર સાથે રોફ જમાવનાર આરોપીને ઝડપી સુરત શહેર ગોડાદરા પોલીસે કરાવ્યું કાયદાનું ભાન.#સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે..#surat #suratcitypolice #suratpolice #godadara #godadarapolice pic.twitter.com/1VNXogs4rK — Surat City Police (@CP_SuratCity) April 2, 2025
ગોડાદરા વિસ્તારમાં તીક્ષ્ણ હથિયાર સાથે રોફ જમાવનાર આરોપીને ઝડપી સુરત શહેર ગોડાદરા પોલીસે કરાવ્યું કાયદાનું ભાન.#સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે..#surat #suratcitypolice #suratpolice #godadara #godadarapolice pic.twitter.com/1VNXogs4rK
વીડિયો સામે આવ્યા બાદ પોલીસે કાર્યવાહી કરતા રાજા રામજીવન પટેલ (ઉંમર 32 વર્ષ)ની ધરપકડ કરી હતી. આરોપી સામે અગાઉ પણ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાઈ ચૂક્યો છે. પોલીસે ફરિયાદીને પણ બોલાવ્યો હતો અને તેના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ ગોડાદરા વિસ્તારમાં તીક્ષ્ણ હથિયાર સાથે રોફ જમાવનાર આરોપીને ઝડપી સુરત શહેર ગોડાદરા પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું.
પોલીસે ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા અસમાજિક તત્વો સામે નક્કર કાર્યવાહી કરવી જોઇએ, જેથી તેઓ ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા પહેલા વિચાર કરે કે ગુનાહિત પ્રવૃત્તિ કરવાથી શું હાલત થાય છે. આમ તો અત્યારે પોલીસ લુખ્ખા તત્વોનું સરઘસ કાઢીને શાન ઠેકાણે લાવવાનો પ્રયાસ કરે છે, એ છતાંગુનેગારો બેફામ બનતા જઇ રહ્યા છે, આમ તો પોલીસને તેની કામગીરી કઈ રીતે કરવી એ શીખવવાની જરૂર નથી, પરંતુ પોલીસે હવે સુરતમાં અસમાજિક તત્વોના વધતા જતા આતંક પર અંકુશ લાવવો પણ જરૂરી અને આવા અસામાજિક તત્વોને કઈ રીતે પહોચી વળવું તેને લઈને નવો રોડ મેપ નક્કી કરવાની જરૂર છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp