કરુણ નાયરે ધોલાઇ કરી નાખી તો બોખલાયો બૂમરાહ અને મેદાનમાં જ કરી દીધું લફડું, રોહિતે માત્ર મજા ઉઠ

કરુણ નાયરે ધોલાઇ કરી નાખી તો બોખલાયો બૂમરાહ અને મેદાનમાં જ કરી દીધું લફડું, રોહિતે માત્ર મજા ઉઠાવી, જુઓ વીડિયો

04/14/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

કરુણ નાયરે ધોલાઇ કરી નાખી તો બોખલાયો બૂમરાહ અને મેદાનમાં જ કરી દીધું લફડું, રોહિતે માત્ર મજા ઉઠ

ગઈકાલે દિલ્હી કેપિટલ્સ (DC) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે અરુણ જેટલી સ્ટેડિયમમાં IPL 2025ની ખૂબ જ રોમાંચક મેચ રમાઈ હતી. અહીં, એક હાઇ સ્કોરિંગ મેચમાં, મુંબઈની ટીમ જીતવામાં સફળ રહી. મેચ દરમિયાન, લગભગ 3 વર્ષ બાદ IPLમાં વાપસી કરનાર અનુભવી બેટ્સમેન કરુણ નાયર શાનદાર ફોર્મમાં જોવા મળ્યો. તેણે MIના સૌથી ઘાતક બોલર જસપ્રીત બૂમરાહને નિશાનો બનાવ્યો હતો. બેટિંગ કરતા, તેણે બૂમરાહના કુલ 9 બૉલનો સામનો કર્યો. આ દરમિયાન, તે 2 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી 26 રન બનાવવામાં સફળ રહ્યો. જેને બૂમરાહ પચાવી ન શક્યો. ત્યારબાદ બંને ખેલાડીઓ મેદાનની વચ્ચે તું-તું મેં-મેં કરતા જોવા મળ્યા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.


સ્ટ્રેટેજિક ટાઈમ આઉટ દરમિયાન બની આ ઘટના

સ્ટ્રેટેજિક ટાઈમ આઉટ દરમિયાન બની આ ઘટના

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે સ્ટ્રેટેજિક ટાઈમ આઉટ દરમિયાન કરુણ નાયર પોતાના સાથી ખેલાડી સાથે વાત કરી રહ્યો હતો. એજ ક્ષણે, બૂમરાહ અચાનક તેની પાસે આવ્યો અને તેના પર કઠોર શબ્દોનો વરસાદ કરવા લાગ્યો. ત્યારબાદ નાયરે પણ તેને ખૂબ જ સારી રીતે જવાબ આપ્યો. પરંતુ તે ખૂબ જ નમ્રતાથી વાત કરતો જોવા મળ્યો.

આ દરમિયાન કરુણ MI કેપ્ટન હાર્દિક પંડ્યા સામે પણ પોતાનો મુદ્દો રજૂ કરતો જોવા મળ્યો. જ્યારે તે હાર્દિક સાથે વાત કરી રહ્યો હતો, તે દરમિયાન, મેદાન પર હાજર રોહિત શર્મા માત્ર હસતો જોવા મળ્યો.


મુંબઈ સામે કરુણનું પ્રદર્શન શાનદાર રહ્યું

મુંબઈ સામે કરુણનું પ્રદર્શન શાનદાર રહ્યું

IPLમાં વાપસી કરતા કરુણ નાયરનું પ્રદર્શન ખૂબ જ પ્રશંસનીય રહ્યું. ટીમ માટે લક્ષ્યનો પીછો કરતા, તેણે કુલ 40 બૉલનો સામનો કર્યો. આ દરમિયાન, તે 222.50ની સ્ટ્રાઇક રેટથી 89 રન બનાવવામાં સફળ રહ્યો. જેમાં 12 ચોગ્ગા અને 5 શાનદાર છગ્ગાનો સમાવેશ થાય છે. જોકે, તે પોતાની ટીમને જીત અપાવી ન શક્યો અને દિલ્હીને 12 રનથી હારનો સામનો કરવો પડ્યો


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top