સુપર ઓવરના રોમાન્ચ પર બ્રેક, BCCIએ નિયમો બદલ્યા, IPL ફેન્સને લાગી શકે છે ઝટકો

સુપર ઓવરના રોમાન્ચ પર બ્રેક, BCCIએ નિયમો બદલ્યા, IPL ફેન્સને લાગી શકે છે ઝટકો

03/22/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

સુપર ઓવરના રોમાન્ચ પર બ્રેક, BCCIએ નિયમો બદલ્યા, IPL ફેન્સને લાગી શકે છે ઝટકો

IPL 2025 New Super Over Rules: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 18મી સીઝન શરૂ થાય તે પહેલા સુપર ઓવરનો નિયમ પણ બદલાઈ ગયો છે. IPL 2025માં, સુપર ઓવરનો એક એવો નિયમ આવ્યો છે, જે ક્રિકેટ ચાહકોના ઉત્સાહ પર પણ પાણી ફેરલી શકે શકે છે. BCCIએ તે પૂર્ણ થવા માટે સમયમર્યાદા નક્કી કરી દીધી છે.

આ ઉપરાંત, બોર્ડે IPLમાં ઘણા નિયમોમાં પણ ફેરફાર કર્યા છે, જેમાં લાળનો ઉપયોગ કરવાની મંજૂરીથી લઇને સ્લો ઓવર રેટના કિસ્સામાં કેપ્ટન પરનો પ્રતિબંધ દૂર કરવાનો સમાવેશ થાય છે. IPL 2025ની પહેલી મેચ 22 માર્ચ, શનિવારના રોજ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) વચ્ચે રમાશે. આ મેચથી IPLમાં સુપર ઓવરનો નવો નિયમ લાગૂ થશે.


સુપર ઓવરનો નવો નિયમ

સુપર ઓવરનો નવો નિયમ

સુપર ઓવરના નવા નિયમ હેઠળ, બંને ટીમોને સુપર ઓવર પૂર્ણ કરવા માટે વધુમાં વધુ એક કલાકનો સમય આપવામાં આવશે. જો ત્યાં સુધીમાં પરિણામ નક્કી ન થાય, તો મેચનું પરિણામ ટાઇ તરીકે નોંધવામાં આવશે. સુપર ઓવરની આ એક કલાકની શરતમાં બીજી ઘણી બાબતો પણ ઉમેરવામાં આવી છે.

BCCIને આશા છે કે ટાઇ મેચનું પરિણામ એક કલાકમાં આવી જશે. ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, બોર્ડના એક અધિકારીએ જણાવ્યું હતું કે, 'જો મેચ ટાઇ થવા પર વિજેતાનો નિર્ણય થવા સુધી ઇચ્છા મુજબ સુપર નાખી શકાય છે.' પરંતુ મેચ પૂરી થયાના 10 મિનિટની અંદર પહેલી સુપર ઓવર શરૂ થઇ જવી જોઈએ. જો પહેલી સુપર ઓવર ટાઈ થાય, તો બીજી સુપર ઓવર 5 મિનિટ પછી શરૂ થવી જોઈએ. સુપર ઓવરનો નવો નિયમ માત્ર ગ્રુપ મેચોમાં જ લાગૂ પડશે. ફાઇનલ સહિતની એવી મેચો, જ્યાં વિજેતા નક્કી કરવાનું મહત્ત્વપૂર્ણ હોય છે, ત્યાં એક કલાકની બાધ્યતા નહીં રહે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top