સૈફ અલી ખાન કેસ: હુમલાના આરોપી શરીફૂલ ઇસ્લામનું એક ફિંગરપ્રિંટ મેચ, મુંબઈ પોલીસનો હવે નવો દાવો
બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસીને જીવલેણ હુમલો કરવાના પ્રયાસમાં બાંગ્લાદેશી નાગરિક મોહમ્મદ શરીફુલ ઇસ્લામ વિરુદ્ધ પોલીસે ચાર્જશીટ દાખલ કરી છે. એક મોટો ખુલાસો થયો છે જેમાં કહેવામાં આવ્યું છે કે, આરોપીના ફિંગરપ્રિન્ટ્સ સૈફના સતગુરુ શરણ એપાર્ટમેન્ટના આઠમા માળથી લેવામાં આવેલા નમૂના સાથે મેચ થયા છે.
ફિંગરપ્રિન્ટ બ્યૂરોના રિપોર્ટમાં જણાવાયું છે કે, 3 જગ્યાએથી લેવામાં આવેલા નમૂનાઓમાંથી, લાકડાના દરવાજા (8મા માળના પગથિયા પર) પર આરોપીના નિશાન મળ્યા હતા. બાકીના 2 ફિંગરપ્રિન્ટ નમૂનાઓ તેની સાથે મેળ ખાતા નથી. તેની સાથે જ સૈફના ઘર, બાથરૂમનો દરવાજો, સંગેમરમર, બેડરૂમનો દરવાજો, કબાટમાંથી લીધેલા ફિંગરપ્રિન્ટ્સ પણ મેળ ખાતા નથી. આ કેસની તપાસ સાથે સંકળાયેલા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આઠમા માળે મળેલી હથેળીના નિશાન આરોપી દ્વારા દરવાજા પર લગાવવામાં આવેલી જોરદાર પકડ અથવા ધક્કો મારવાને કારણે છે. શરીફુલ ઇસ્લામ પહેલા માળેથી 11મા માળે ચઢતી વખતે લૂંટ કરવાના ઇરાદાથી અન્ય ફ્લેટના દરવાજા ખોલવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આજ કારણ છે કે જ આઠમા માળે નિશાન મળી આવ્યા છે.
અન્ય સ્થળોએથી લેવામાં આવેલા ફિંગરપ્રિન્ટ્સ મેળ ખાતા ન થવાના સવાલ પર, પોલીસ અધિકારીએ કહ્યું કે, કેટલીકવાર હોલ્ડિંગ એટલું મજબૂત હોતું નથી, એટલે ઘણી વખત રિજની વિગતો મળતી નથી. ફિંગરપ્રિન્ટ બ્યૂરોના નિષ્ણાતો નમૂનાઓ એકત્રિત કરે છે, પરંતુ જ્યારે તેઓ નમૂનાઓ એકત્રિત કરે છે, ત્યારે ઘટનાસ્થળે અન્ય લોકોની હિલચાલને કારણે ઓવરલેપિંગ પ્રિન્ટ્સ પણ હોય છે.
આ ઘટનાના 83 દિવસ બાદ પોલીસે કોર્ટમાં દાખલ કરેલા ચાર્જશીટ પરથી, લગભગ સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગયું છે કે સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસીને તેના પર હુમલો કરનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પણ શરીફુલ ઇસ્લામ જ છે, જેની પોલીસે ધરપકડ કરી છે. થાણેના લેબર કેમ્પ નજીકથી હુમલાના 3 દિવસ બાદ મુંબઈ પોલીસે તેની ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આ ચાર્જશીટમાં તેમણે શરીફુલ વિરુદ્ધ એવા પુરાવા રજૂ કર્યા છે કે બચાવ પક્ષ માટે તેનો ઇનકાર કરવો અશક્ય બની જશે. પોલીસે આ સંબંધમાં દાખલ કરેલી ચાર્જશીટ 1600થી વધુ પાનાંની છે. તેમાં 35 સાક્ષીઓની જુબાની તેમજ 25 CCTV ફૂટેજ પણ છે.
સૈફ અલી ખાનના સદગુરુ એપાર્ટમેંટવાળા ઘરમાં 16 જાન્યુઆરીની રાત્રે એક શખ્સ ચોરીના ઇરાદે ઘૂસી આવ્યો હતો અને જ્યારે તેને ઘરના લોકોએ જોઈ લીધો તો તેણે ન માત્ર ડરાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ છરીથી સૈફ પર હુમલો પણ કરી દીધો. ત્યારબાદ ઘરના સભ્યોએ તેને એક રૂમમાં બંધ કરી દીધો હતો, પરંતુ એ ત્યાથી ભાગવામાં સફળ રહ્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp