કોણ બનશે ભાજપના નવા અધ્યક્ષ? અમિત શાહ અને રાજનાથ સિંહે PM મોદી સાથે કરી સિક્રેટ મીટિંગ
ભાજપના અધ્યક્ષ પદની ચૂંટણી અગાઉ, સંગઠનાત્મક ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ભાજપના મહાસચિવ બી.એલ, સંતોષ હાજર રહ્યા હતા. પાર્ટી અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા એક અઠવાડિયામાં શરૂ થવાની ધારણા છે.
પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર, ગયા બુધવારે યોજાયેલી બેઠકમાં કર્ણાટક, ઉત્તર પ્રદેશ, બંગાળ અને મધ્ય પ્રદેશના પ્રમુખોના નામો પર વિચાર કરવામાં આવ્યો હતો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પણ ફેબ્રુઆરી 2025 સુધીમાં પૂર્ણ થવાની હતી, પરંતુ હરિયાણા સહિત કેટલાક રાજ્યોમાં ચૂંટણીઓને કારણે તેમાં વિલંબ થયો. પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે, ભાજપ અધ્યક્ષની પસંદગીની પ્રક્રિયા 20 એપ્રિલ બાદ ગમે ત્યારે શરૂ કરી દેવામાં આવશે. આગામી 2-3 દિવસમાં 10 કરતા વધુ પ્રદેશ અધ્યાક્ષોની જાહેરરાત કરી દેવામાં આવશે.
ભાજપ પ્રમુખની ચૂંટણી જાન્યુઆરીમાં થવાની હતી પરંતુ એપ્રિલ મહિનો અડધો પસાર થઈ ગયા પછી પણ આ પ્રક્રિયા હજુ બાકી છે. જે.પી. નડ્ડા જાન્યુઆરી 2020થી ભાજપના અધ્યક્ષનું પદ સંભાળી રહ્યા છે. પરંતુ હવે તેમનું સ્થાને લેનારા નેતાની શોધ પૂરજોશમાં ચાલી રહી છે. ભાજપના બંધારણ મુજબ, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષનો કાર્યકાળ માત્ર ત્રણ વર્ષનો છે. પરંતુ નડ્ડાને એક્સટેન્શન મળી રહ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ એક યુવા પાર્ટી અધ્યક્ષની શોધમાં છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp