ભારત-બાંગ્લાદેશ વચ્ચે વન-ડે અને T20 સીરિઝ ક્યારથી શરૂ થશે? BCCIએ કરી દીધી તારીખોની જાહેરાત

ભારત-બાંગ્લાદેશ વચ્ચે વન-ડે અને T20 સીરિઝ ક્યારથી શરૂ થશે? BCCIએ કરી દીધી તારીખોની જાહેરાત

04/15/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

ભારત-બાંગ્લાદેશ વચ્ચે વન-ડે અને T20 સીરિઝ ક્યારથી શરૂ થશે? BCCIએ કરી દીધી તારીખોની જાહેરાત

India tour of Bangladesh Schedule 2025: ભારતીય ક્રિકેટ ટીમ ઑગસ્ટમાં બાંગ્લાદેશના પ્રવાસ જશે અને ત્યાં 3 વન-ડે અને એટલી જ મેચોની T20 સીરિઝ રમશે. આ પ્રવાસની શરૂઆત વન-ડે સીરિઝથી થશે, પહેલી મેચ 17 ઑગસ્ટે રમાશે. T20 સીરિઝ 26 ઑગસ્ટથી શરૂ થશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મંગળવારે આખુ શેડ્યૂલ જાહેર કર્યું.


વન-ડે સીરિઝ બાદ T20 સીરિઝ રમાશે

વન-ડે સીરિઝ બાદ T20 સીરિઝ રમાશે

વન-ડે સીરિઝની પહેલી મેચ 17 ઑગસ્ટે શેર-એ-બાંગ્લા નેશનલ ક્રિકેટ સ્ટેડિયમ (SBNCS), મીરપુર ખાતે રમાશે. બીજી વન-ડે પણ આજ મેદાન પર મેચ 20 ઑગસ્ટે રમાશે. ત્રીજી મેચ 23 ઑગસ્ટે ચત્તોગ્રામમાં રમાશે.

વન-ડે સીરિઝ બાદ, ભારતીય ટીમ સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ બાંગ્લાદેશ સામે 3 મેચની T20 સીરિઝ રમશે. પહેલી મેચ 26 ઑગસ્ટ, મંગળવારના રોજ ચત્તોગ્રામમાં રમાશે. બીજી T20 મેચ 29 ઑગસ્ટ, શુક્રવારના રોજ શેર-એ-બાંગ્લાદેશ સ્ટેડિયમ, મીરપુર ખાતે રમાશે. અંતિમ મેચ પણ મીરપુરમાં રમાશે.


ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની વન-ડે સીરિઝનું  શેડ્યૂલ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની વન-ડે સીરિઝનું  શેડ્યૂલ

17 ઑગસ્ટ – SBNCS, મીરપુર

20 ઑગસ્ટ- SBNCS, મીરપુર

23 ઑગસ્ટ- BSSFLMRCS, ચત્તોગ્રામ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે T20 સીરિઝનું  શેડ્યૂલ

26 ઑગસ્ટ - BSSFLMRCS, ચત્તોગ્રામ

29 ઑગસ્ટ- SBNCS, મીરપુર

31 ઑગસ્ટ- SBNCS, મીરપુર.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top