લગ્નના બીજા જ દિવસે વરરાજાઓને લૂંટીને થઈ જતી હતી ફરાર, 3 લૂંટારુ દુલ્હન પોલીસના ઝબ્બે
Hardoi: ઉત્તર પ્રદેશના હરદોઈમાં પોલીસે 3 લૂંટારુ દુલ્હનોની ધરપકડ કરી છે. જેમણે લગ્ન બાદ વરરાજાઓને નશીલી ખીર ખવડાવીને લૂંટ્યા હતા. આ મહિલાઓએ અત્યાર સુધીમાં 13 વરરાજાને પોતાનો શિકાર બનાવ્યા હતા. ધરપકડ કરાયેલી મહિલાઓમાં પૂજા ઉર્ફે સોનમ, આશા ઉર્ફે ગુડ્ડી અને સુનિતાનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ મહિલાઓ એવા યુવાનો અને પરિવારોને નિશાન બનાવતી હતી, જેમની ખૂબ ઉંમર થઇ ગયા બાદ પણ લગ્ન થઇ શકતા નહોતા.
પોલીસે જણાવ્યું કે, આ મહિલાઓ પરસ્પર સંબંધો બનાવીને ઘટનાઓને અંજામ આપતી હતી. તેઓ વરરાજાને નશીલી ખીર ખવડાવીને બેભાન કરી દેતી હતી અને પછી તેમના ઘરેણાં અને રોકડ લૂંટી લેતી હતી. પોલીસે આ મહિલાઓ પાસેથી લૂંટેલા ઘરેણા અને રોકડ રકમ પણ જપ્ત કરી છે.
ટડિયાવાં પોલીસ સ્ટેશન વિસ્તારના ભડાયલના રહેવાસી કુલદીપ અને પ્રદીપ કુમાર પણ આ લૂંટારુ દુલ્હનોનો ભોગ બન્યા હતા. તેમના લગ્ન 22 નવેમ્બર 2023ના રોજ 2 કથિત સગી બહેનો સાથે થયા હતા, જેમણે પોતાના નામ પૂજા અને આરતી બતાવ્યા હતા.
CO સિટી અંકિત મિશ્રાએ કહ્યું કે, જો પ્રદીપ અને કુલદીપ આવશે તો તેમને લૂંટારુ દુલ્હનોની તસવીર બતાવી દેવામાં આવશે. જો તેઓ ઓળખ કરી લેશે, તો આરોપીઓ સામે વધુ એક કેસ દાખલ વધારી દેવામાં આવશે. સમગ્ર મામલે આરોપી દુલ્હનોની પૂછપરછ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી પૂછપરછ દરમિયાન એ પણ સામે આવ્યું છે કે તેમનું નેટવર્ક હિન્દી પટ્ટાના ઘણા રાજ્યોમાં ફેલાયેલું હતું. આ મામલાની તપાસ ચાલુ છે. તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp