નેશનલ હેરાલ્ડ કેસમાં EDએ દાખલ કરી ચાર્જશીટ, સોનિયા-રાહુલ સહિત આ કોંગ્રેસ નેતાઓના પણ નામ

નેશનલ હેરાલ્ડ કેસમાં EDએ દાખલ કરી ચાર્જશીટ, સોનિયા-રાહુલ સહિત આ કોંગ્રેસ નેતાઓના પણ નામ

04/15/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

નેશનલ હેરાલ્ડ કેસમાં EDએ દાખલ કરી ચાર્જશીટ, સોનિયા-રાહુલ સહિત આ કોંગ્રેસ નેતાઓના પણ નામ

ED files chargesheet against Rahul, Sonia Gandhi: નેશનલ હેરાલ્ડ સંબંધિત મની લોન્ડ્રિંગ કેસમાં EDએ કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી દીધી છે. ચાર્જશીટમાં સેમ પિત્રોડાનું નામ પણ સામેલ છે. EDએ રાઉઝ એવન્યૂ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ કેસમાં આરોપોની નોંધ લેવા માટે કોર્ટે 25 એપ્રિલની સુનાવણીની તારીખ નક્કી કરી છે.


સોનિયા-રાહુલ સહિત આ કોંગ્રેસ નેતાઓના નામ સામેલ

સોનિયા-રાહુલ સહિત આ કોંગ્રેસ નેતાઓના નામ સામેલ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કથિત નેશનલ હેરાલ્ડ મની લોન્ડ્રિંગ કેસમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને કોંગ્રેસના ઓવરસીઝ વડા સેમ પિત્રોડા વિરુદ્ધ દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં સુમન દુબે અને અન્ય લોકોના નામ પણ સામેલ છે.

આ પહેલી વાર છે જ્યારે કોંગ્રેસ સંસદીય દળના નેતા સોનિયા ગાંધી અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ કોઈ કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. હરિયાણામાં એક રિયલ એસ્ટેટ ડીલ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગના આરોપો પર તપાસ એજન્સીએ કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાની પૂછપરછ કર્યાના થોડા કલાકો બાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.


આ શહેરોમાં EDએ કાર્યવાહી કરી

આ શહેરોમાં EDએ કાર્યવાહી કરી

કેન્દ્રીય તપાસ એજન્સી EDએ અત્યાર સુધીમાં એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) અને યંગ ઇન્ડિયાની લગભગ 751.9 કરોડ રૂપિયાની મિલકતો જપ્ત કરી છે. આરોપ છે કે કરોડો રૂપિયાની આ મિલકત ગુનામાંથી મળેલા પૈસાથી ખરીદવામાં આવી હતી. EDએ દિલ્હી, મુંબઈ અને લખનૌમાં PMLA હેઠળ આ જપ્તીની કાર્યવાહી હાથ ધરી હતી.


કોંગ્રેસ નેતૃત્વ ચૂપ નહીં રહે: જયરામ રમેશ

કોંગ્રેસ નેતૃત્વ ચૂપ નહીં રહે: જયરામ રમેશ

કોંગ્રેસે આ કાર્યવાહીને બદલાની રાજનીતિ ગણાવી છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે, ‘નેશનલ હેરાલ્ડની સંપત્તિ જપ્ત કરવી એ કાયદાના શાસનનો ઢોંગ કરીને રાજ્ય પ્રાયોજિત ગુનો છે.

સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કેટલાક અન્ય લોકો સામે ચાર્જશીટ દાખલ કરવી એ વડાપ્રધાન અને ગૃહમંત્રી દ્વારા બદલાની રાજનીતિ અને ધાકધમકી સિવાય બીજું કંઈ નથી. કોંગ્રેસ અને તેનું નેતૃત્વ ચૂપ રહેશે નહીં. સત્યમેવ જયતે.’


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top