‘અનધર રાઉન્ડ.., અનધર રાઉન્ડ, નિકિતા મેરી...’ના બરાડા કેમ પાડી રહ્યો હતો રક્ષિત ચૌરસિયા? FSL રિપ

‘અનધર રાઉન્ડ.., અનધર રાઉન્ડ, નિકિતા મેરી...’ના બરાડા કેમ પાડી રહ્યો હતો રક્ષિત ચૌરસિયા? FSL રિપોર્ટમાં થઇ ગયો ખુલાસો

04/05/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

‘અનધર રાઉન્ડ.., અનધર રાઉન્ડ, નિકિતા મેરી...’ના બરાડા કેમ પાડી રહ્યો હતો રક્ષિત ચૌરસિયા? FSL રિપ

Rakshit Chaurasiya FSL Report: વડોદરામાં હોળીના દિવસે બનેલી હિટ એન્ડ રનની ઘટનાના મુખ્ય આરોપી રક્ષિત ચૌરસિયાનો FSL રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં રક્ષિત ચૌરસિયાના બ્લડ સેમ્પલની તપાસમાં નશાની પુષ્ટિ થઈ છે. વડોદરા પોલીસે આ મામલે મોટો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, રક્ષિત ચૌરસિયાએ તેના મિત્ર પ્રાંશુ ચૌહાણ સાથે મળીને સુરેશ ભરવાડના ઘરે ગાંજા પીધો હતો. ગાંધીનગર FSLમાંથી પોલીસને મળેલા રિપોર્ટમાં રક્ષિત ચૌરસિયા, પ્રાંશુ ચૌહાણ અને સુરેશ ભરવાડ નશામાં હોવાની વાતની પુષ્ટિ થઇ છે. આ બાબતે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. બોલિવુડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરની પ્રતિક્રિયા પણ સામે આવી હતી. હવે FSLના રિપોર્ટમાં ડ્રગ્સની લત હોવાની પુષ્ટિ થયા બાદ રક્ષિત ચૌરસિયાની મુશ્કેલીઓ વધી શકે છે.


3 લોકો સામે કેસ નોંધાયો

3 લોકો સામે કેસ નોંધાયો

FSLના રિપોર્ટમાં નશાની પુષ્ટિ થયા બાદ વડોદરા પોલીસ પ્રાંશુ ચૌહાણ અને સુરેશ ભરવાડને શોધી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બંને ફરાર છે. અંતિમ લોકેશન અને બાતમીના આધારે પોલીસ 2 ટીમ બનાવીને તપાસ કરી રહી છે. DCP પન્ના મેમાયાએ જણાવ્યું કે ત્રણેય આરોપીઓએ સુરેશ ભરવાડના ઘરે ગાંજો પીધો હતો. કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.


શું છે મામલો?

શું છે મામલો?

13 માર્ચે રાત્રે લગભગ 11:00 વાગ્યાના સમયગાળામાં રક્ષિત ચૌરસિયાએ ત્રણ ટૂ-વ્હિલર્સને ફોક્સવેગન કારથી ટક્કર મારી દીધી હતી. જેમાં એક મહિલાનું ઘટનાસ્થળ પર જ મોત થઇ ગયું હતું જ્યારે 7 અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ રક્ષિત ગાડીમાથી ઉતરીને ‘અનધર રાઉન્ડ... અનધર.. રાઉન્ડ. નિકિતા મેરી.. ઓમ નમઃ શિવાય.. ઓમ નમઃ શિવાયના બરાડા પાડી રહ્યો હતો. ત્યારબાદ તેને લોકોએ મેથીપાક પણ ચાખડ્યો હતો.


ટક્કર બાદ કારની એરબેગ ખુલી ગઈ હતી

ટક્કર બાદ કારની એરબેગ ખુલી ગઈ હતી

પોલીસના જણાવ્યા અનુસાર, રક્ષિત ચૌરસિયા પુરપાટ ઝડપે કાર ચલાવી રહ્યો હતો, જેણે 3 ટૂ-વ્હિલર્સને ટક્કર મારી દીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારની એરબેગ્સ ખુલી ગઈ હતી અને કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. અકસ્માતમાં મૃત્યુ પામનારી મહિલા સ્કૂટર ચલાવી રહી હતી. મૃતક મહિલાની ઓળખ હેમાલી પૂરવ પટેલ (ઉંમર 40 વર્ષ)ના રૂપમાં થઈ હતી, જે હોળીની વસ્તુઓ ખરીદવા બહાર ગઈ હતી. તો, આ ઘટનામાં 10 અને 12 વર્ષની 2 બાળકીઓ સહિત 7 અન્ય લોકો ઇજાગ્રસ્ત થઇ ગયા હતા.


કોણ છે રક્ષિત ચૌરસિયા?

કોણ છે રક્ષિત ચૌરસિયા?

પોલીસે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં રક્ષિત ચૌરસિયા મૂળ ઉત્તર પ્રદેશના વારાણસીનો છે અને વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં કાયદાનો વિદ્યાર્થી છે, જ્યારે પ્રાંશુ ચૌહાણ પારુલ યુનિવર્સિટી, વાઘોડિયામાં માસ કોમ્યુનિકેશનનો વિદ્યાર્થી છે.

હાલમાં રક્ષિત ચૌરસિયા વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે. NDPS એક્ટની અન્ય જોગવાઇમાં ગાંજાના સેવન કરવા માટે સજાની જોગવાઈ છે. FSLના રિપોર્ટ રક્ષિત ચૌરસિયા નશામાં હતો એ વાતનો તો ખુલાસો થઈ ગયો છે, પરંતુ નશાની હાલતમાં તે જે નિકિતા મેરી..ના બરાડા પાડી રહ્યો હતો એ કોણ છે? તે હજી બહાર આવ્યું નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top