UNESCOમાંથી હટશે અમેરિકા, ઇઝરાયેલને લઈને લગાવ્યા ગંભીર આરોપ
US out of woke UNESCO: અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રની સાંસ્કૃતિક અને શૈક્ષણિક સંસ્થા UNESCOમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી છે. અમેરિકન વિદેશ મંત્રાલયના ટેમી બ્રૂસે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. અમેરિકન વિદેશ મંત્રાલયના પ્રવક્તા ટેમી બ્રૂસે એક ટ્વીટમાં લખ્યું કે, 'આજે અમેરિકાએ UNESCOમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો છે. ઘણી અન્ય UNની સંસ્થાઓની જેમ, UNESCO પણ પોતાના મૂળ હેતુથી ભટકી ગઇ છે. હવેથી અમેરિકાની ભાગીદારી માત્ર એ સંસ્થાઓમાં જ રહેશે, જે તેને વધુ સુરક્ષિત, શક્તિશાળી અને સમૃદ્ધ બનાવે.'
બ્રૂસે કહ્યું કે, UNESCO દ્વારા પેલેસ્ટાઇનને પૂર્ણ સભ્ય બનાવવું એ ન માત્ર અમેરિકન વિદેશ નીતિની વિરુદ્ધ છે, પરંતુ તેણે સંસ્થાની અંદર ઇઝરાયલ વિરોધી વિચારોને પણ પ્રોત્સાહન આપ્યું છે. આ નિર્ણય અત્યંત સમસ્યારૂપ છે.
અમેરિકા લાંબા સમયથી UNESCO પર ઇઝરાયલ સામે પક્ષપાતી હોવાનો આરોપ લગાવતું રહ્યું છે. અમેરિકાનું માનવું છે કે, UNESCO ઇઝરાયલના ઐતિહાસિક અને સાંસ્કૃતિક અધિકારોને નકારતા એકતરફી વલણ અપનાવે છે.
ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના કાર્યકાળ દરમિયાન અમેરિકાને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO), માનવ અધિકાર પરિષદ, આબોહવા પરિવર્તન કરાર અને ઈરાન પરમાણુ કરારમાંથી બહાર કરી ચૂક્યા છે. પરંતુ 2021માં, રાષ્ટ્રપતિ જો બાઈડેન અમેરિકાને આ સંસ્થાઓમાં પાછું લાવ્યા. હવે ટ્રમ્પ ફરીથી રાષ્ટ્રપતિ બન્યા બાદ અમેરિકા ફરીથી તેમને છોડી રહ્યું છે.
ફ્રાન્સ રાષ્ટ્રપતિ ઇમેન્યૂઅલ મેક્રોને કહ્યું કે UNESCOને વિજ્ઞાન, મહાસાગરો, શિક્ષણ, સંસ્કૃતિ અને વિશ્વ વારસાનો સાર્વભૌમિક રક્ષક માનતા ફ્રાંસ તેનું સંપૂર્ણ સમર્થન કરે છે. અમેરિકાના બહાર નીકળવાથી અમારા સંકલ્પ અને આ મિશન સાથે ઉભા રહેલા લોકોના સંઘર્ષને નબળો નહીં પડે.'
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp