Surat Airport: સુરત એરપોર્ટ પર 28 કિગ્રા સોનાની પેસ્ટ સાથે 2 લોકોની કરાઇ ધરપકડ
Surat Airport: સુરત એરપોર્ટ પરથી CISFના જવાનોએ દુબઈથી આવેલા બે પેસેન્જર પાસેથી 28 કિલોગ્રામ સોનાની પેસ્ટ જપ્ત કરવામાં આવી હતી. એર ઈન્ડિયાની ફ્લાઈટ IX-174થી તે દુબઈથી સુરત આવ્યા હતા. એરપોર્ટ પર તૈનાત CISFના જવાનોને 2 મુસાફરોની શંકાસ્પદ ગતિવિધિ જોઈને તેમની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી હતી.
કસ્ટમ ઓફિસરને બોલાવીને તેમની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન તેણે સોનાની પેસ્ટ શરીરના વિવિધ અંગો પર ચોંટાડી હોવાનો ખુલાસો થયો હતો. જપ્ત કરવામાં આવેલી સોનાની પેસ્ટનું કુલ વજન 28 કિલોગ્રામ હતું, જેમાં લગભગ 23 કિલોગ્રામ સોનું હતું. કસ્ટમ વિભાગે તેની પાછળ કોઈ ટોળકી સક્રિય છે કે નહીં તેની તપાસ શરૂ કરી હતી.
પેસ્ટ સ્વરૂપે સોનુ લાવવાની રીત દાણચોરી માટે અપનાવાતી નવી પદ્ધતિ છે, જેમાં સોનું અલગ રૂપે છુપાવી તસ્કરી કરવામાં આવે છે જેથી સ્કેનર દ્વારા પકડી પાડવામાં મુશ્કેલી થાય. હાલમાં કસ્ટમ વિભાગે 28 કિલો સોનાની પેસ્ટ કબજે કરીને આ બંને મુસાફરો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ સોનું દુબઈથી સુરત લાવીને કોને આપવાનું હતું અને કેટલા પૈસામાં આ આખી ડિલ થઈ હતી તે સમગ્ર બાબતે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
19 જુલાઈએ વડોદરા રેલવે સ્ટેશન પરથી પણ સોનું ઝડપાયું હતું. લગભગ 6 કરોડથી વધુની કિંમતનું સોનું ઝડપાયું હતું. 6 કિલો સોનાની સાથે એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પરથી સોનાની સાથે આ વ્યક્તિ ઝડપાયો હતો. શંકાસ્પદ વ્યક્તિનો થેલો તપાસતા સોનું મળી આવ્યું હતું. આ સમગ્ર મામલે પોલીસે શંકાસ્પદની પૂછપરછ હાથ ધરી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp