ટ્રમ્પે માત્ર એક દિવસ પછી ભારત પર કેમ ઘટાડ્યો ટેરિફ, જાણો નિર્ણય પાછળનું કારણ
અમેરિકાના રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન અને કાર્યાલય 'વ્હાઈટ હાઉસ'ના દસ્તાવેજમાં ભારત પર લાદવામાં આવેલી આયાતની ડ્યૂટી 27 ટકાથી ઘટાડીને 26 ટકા કરી દેવામાં આવી છે. આ ડ્યૂટી 9 એપ્રિલથી લાગૂ થશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે (2 એપ્રિલ) વિવિધ દેશો સામે ટેરિફની જાહેરાત કરતા એક ચાર્ટ દર્શાવ્યો હતો. જેમાં ભારત, ચીન, બ્રિટન અને યુરોપિયન યુનિયન જેવા દેશો પર લાદવામાં આવનાર નવા ટેરિફ દરોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ચાર્ટ મુજબ, ભારત ચલણની હેરફેર અને વેપાર અવરોધો સહિત 52 ટકા ડ્યૂટી વસૂલે છે અને અમેરિકા હવે ભારત પર 26 ટકાની કન્સેશનલ રિટેલરી ડ્યૂટી વસૂલશે. જોકે, વ્હાઇટ હાઉસના દસ્તાવેજોમાં ભારત પર 27 ટકા ડ્યૂટી લાદવાનો ઉલ્લેખ હતો, પરંતુ નવીનતમ દસ્તાવેજમાં તેને ઘટાડીને 26 ટકા કરવામાં આવ્યો છે.
આ સંદર્ભે પૂછવામાં આવતા ઉદ્યોગ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ડ્યૂટીમાં એક ટકાનો ઘટાડો કરવાથી વધુ અસર નહીં થાય. નાણાકીય વર્ષ 2021-22 થી 2023-24 સુધી અમેરિકા ભારતનું સૌથી મોટું વ્યપારિક ભાગીદાર હતું. ભારતના કુલ નિકાસમાં અમેરિકાનો હિસ્સો લગભગ 18 ટકા, આયાતમાં 6.22 ટકા અને દ્વિપક્ષીય વેપારમાં 10.73 ટકા હતો. અમેરિકા સાથે ભારતનો 2023-24માં વસ્તુઓ પર વ્યપાર ર સરપ્લસ (આયાત અને નિકાસ વચ્ચેનો તફાવત) 35.32 બિલિયન અમેરિકન ડોલરનો હતો. તે 2022-23માં 27.7 બિલિયન અમેરિકન ડોલર, 2021-22માં 32.85 બિલિયન અમેરિકન ડોલર, 2020-21માં 22.73 બિલિયન અમેરિકન ડોલર અને 2019-20માં 17.26 બિલિયન અમેરિકન ડોલર રહ્યું હતું.
અમેરિકાને 2024માં ભારતના મુખ્ય નિકાસમાં ફાર્માસ્યૂટિકલ્સ અને જૈવિક (8.1 બિલિયન ડોલર), ટેલિકોમ્યુનિકેશનસાધનો (6.5 બિલિયન ડોલર), કિંમતી અને અર્ધ-કિંમતી પત્થરો (5.3 બિલિયન ડોલર), પેટ્રોલિયમ ઉત્પાદનો (4.1 બિલિયન ડોલર), સોનું અને અન્ય કિંમતી ધાતુના આભૂષણો (3.2 બિલિયન ડોલર), સહાયક ઉપકરણ સહિત કપાસ અને એક્સેસ (2.8 અબજ ડોલર), સ્ટીલ ઉત્પાદનો (2.7 બિલિયન ડોલર). આયાતમાં ક્રૂડ ઓઈલ (4.5 બિલિયન ડોલર), પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ (3.6 બિલિયન ડોલર), કોલસો અને કોક (3.4 બિલિયન ડોલર), કટ અને પોલિશ્ડ ડાયમંડ (2.6 બિલિયન ડોલર), ઇલેક્ટ્રિક મશીનરી (1.4 બિલિયન ડોલર), એરક્રાફ્ટ, સ્પેસક્રાફ્ટ અને તેમના પાર્ટ્સ (1.3 બિલિયન ડોલર) અને સોનું (1.3 બિલિયન ડોલર)નો સમાવેશ થાય છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp