બલૂચ લેખકે બલૂચિસ્તાનની આઝાદીનો કર્યો દાવો, ભારત પાસે કરી આ માગ

બલૂચ લેખકે બલૂચિસ્તાનની આઝાદીનો કર્યો દાવો, ભારત પાસે કરી આ માગ

05/09/2025 World

SidhiKhabar

SidhiKhabar

બલૂચ લેખકે બલૂચિસ્તાનની આઝાદીનો કર્યો દાવો, ભારત પાસે કરી આ માગ

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, એક પ્રખ્યાત બલૂચ લેખક મીર યાર બલોચે પાકિસ્તાનથી બલૂચિસ્તાનની સ્વતંત્રતાનો દાવો કર્યો છે. તેમણે ભારત સરકારને નવી દિલ્હીમાં બલૂચ દૂતાવાસ ખોલવાની મંજૂરી આપવાની હાકલ કરી છે. બલૂચ લોકોની હિમાયત કરવા માટે જાણીતા મીર યાર બલોચે સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ્સમાં આ જાહેરાત કરી. તેમણે સંયુક્ત રાષ્ટ્ર (UN)ને બલૂચિસ્તાનમાં શાંતિ રક્ષા દળો મોકલવાની વિનંતી કરી. સાથે જ તેમણે પાકિસ્તાની સેના આ વિસ્તાર છોડીને જતી રહે તેવી માગ કરી.

મીર યારનું આ નિવેદન ભારત અને પાકિસ્તાન વચ્ચેના ગંભીર સંઘર્ષ વચ્ચે આવ્યું છે. 7 મેના રોજ, ભારતે ‘ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. તેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે કોઈપણ પાકિસ્તાની લશ્કરી માળખાને નિશાન બનાવવામાં આવ્યું નથી. જવાબમાં, પાકિસ્તાને ગુરુવારે ડ્રોન, મિસાઇલો અને તોપમારાથી નાગરિક અને લશ્કરી વિસ્તારોને નિશાન બનાવીને તણાવપૂર્ણ સ્થિતિને વધારી દીધી. ભારતે ડ્રોન અને મિસાઇલો તોડી પાડીને જવાબ આપ્યો. તેણે પાકિસ્તાની લડાકુ વિમાનો અને એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ (AWACS) વિમાનનો પણ નાશ કર્યો.


‘અમે પોતાની આઝાદીઓ દાવો કર્યો છે’

‘અમે પોતાની આઝાદીઓ દાવો કર્યો છે’

મીર યાર બલોચે દાવો કર્યો હતો કે બલૂચ સ્વતંત્રતા સેનાનીઓએ ડેરા બુગતીમાં પાકિસ્તાનના ગેસ ક્ષેત્રો પર હુમલો કર્યો હતો, જ્યાં 100થી વધુ ગેસ કુવાઓ આવેલા છે. એક પોસ્ટમાં તેમણે લખ્યું કે, ‘આતંકવાદી પાકિસ્તાનનું પતન નજીક હોવાથી ટૂંક સમયમાં એક જાહેરાત કરવી જોઇએ છે. અમે અમારી સ્વતંત્રતાનો દાવો કર્યો છે અને અમે ભારતને દિલ્હીમાં બલુચિસ્તાનના સત્તાવાર કાર્યાલય અને દૂતાવાસને મંજૂરી આપવા વિનંતી કરીએ છીએ. આંતરરાષ્ટ્રીય સમર્થનની માગ કરતાં કહ્યું કે, ‘અમે સંયુક્ત રાષ્ટ્રને પણ બલુચિસ્તાનના લોકતાંત્રિક ગણરાજ્યની સ્વતંત્રતાને માન્યતા આપવા અને માન્યતાને સમર્થન આપવા માટે તમામ સંયુક્ત રાષ્ટ્ર સભ્ય દેશોની બેઠક બોલાવવાની વિનંતી કરીએ છીએ. ચલણ અને પાસપોર્ટ પ્રિંટિંગ માટે અબજો ડોલરનું ભંડોળ બહાર પાડવું જોઈએ.


બલૂચિસ્તાન પર નિયંત્રણ...'

બલૂચિસ્તાન પર નિયંત્રણ...'

મીર યાર બલોચે સંયુક્ત રાષ્ટ્રને તાત્કાલિક બલુચિસ્તાનમાં શાંતિ સૈનિક મોકલવા વિનંતી પણ કરી છે. તેમણે કહ્યું કે, ‘અમે સંયુક્ત રાષ્ટ્રને વિનંતી કરીએ છીએ કે તેઓ તાત્કાલિક પોતાનું શાંતિ મિશન બલુચિસ્તાનમાં મોકલે અને પાકિસ્તાની કબજા હેઠળના દળોને બલુચિસ્તાનના પ્રદેશો, હવાઈ ક્ષેત્ર અને સમુદ્ર ખાલી કરવા અને બલુચિસ્તાનમાં તમામ શસ્ત્રો અને સંપત્તિ છોડી દેવા કહે.’ આર્મી, બોર્ડર કોર, પોલીસ, મિલિટરી ઇન્ટેલિજન્સ, ISI અને સિવિલ એડમિનિસ્ટ્રેશનના તમામ બિન-બલૂચ કર્મચારીઓએ તાત્કાલિક બલૂચિસ્તાન છોડી દેવું જોઈએ.’

મીર યારે વધુમાં કહ્યું કે, ‘બલુચિસ્તાનનું નિયંત્રણ ટૂંક સમયમાં સ્વતંત્ર બલૂચિસ્તાન સ્ટેટની નવી સરકારને સોંપવામાં આવશે અને ટૂંક સમયમાં એક અંતિમ વચગાળાની સરકારની જાહેરાત કરવામાં આવશે. મંત્રીમંડળમાં બલૂચ મહિલાઓનું પ્રતિનિધિત્વ અમારા રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાની પરિપૂર્ણતા છે. બલૂચિસ્તાનની સ્વતંત્રતા સરકારનો રાજ્ય સમારોહ ટૂંક સમયમાં યોજાશે. અમે અમારા મિત્ર દેશોના વડાઓને રાષ્ટ્રીય પરેડ જોવા અને આશીર્વાદ આપવા માટે આમંત્રણ આપીએ છીએ. બીજા સંદેશમાં, મીર યાર બલૂચે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, અરે ના-પાકિસ્તાન. જો તમારી પાસે સેના છે, તો અમારી પાસે પણ સેના છે. બલૂચ સ્વતંત્રતા સેનાનીઓ હુમલો કરે છે.

આ અગાઉ, ઇન્ટરનેટ પર એક વીડિયો સામે આવ્યો હતો જેમાં પાકિસ્તાની લશ્કરી કર્મચારીઓને લઈ જતું એક વાહન બહાર લઈ જતું બતાવવામાં આવ્યું હતું. વિસ્ફોટની જવાબદારી લેતા, BLAએ કહ્યું કે આ ઘટનામાં ઇસ્લામાબાદે 14 સૈનિકો ગુમાવી દીધા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top