‘રડવા માટે છોડવું પણ જરૂરી હતું..’, મસૂદ અઝહરના પરિવારના મોત પર શું બોલ્યા બાબા બાગેશ્વર?
પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં, ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદી માળખાને નષ્ટ કર્યા છે. લશ્કરી કાર્યવાહીમાં આતંકવાદી મૌલાના મસૂદ અઝહરના આખા પરિવારનું મોત થયું. ‘ઓપરેશન સિંદૂર’ પર પ્રતિક્રિયા આપતા બાબા બાગેશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે, ‘સેનાએ ખૂબ સારું કામ કર્યું છે. અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સેનાનો આભાર માનવા માગીએ છીએ.’
આતંકવાદી નેતા મસૂદ અઝહરના પરિવારના ખાત્મા પર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે, ‘મસૂદ અઝહરને હવે ખબર પડશે કે પોતાના લોકોને ગુમાવવાનો દર્દ શું હોય છે. આતંકવાદીએ ન જાણે કેટલાય પરિવારોની ખુશી છીનવી લીધી હતી. તેને પાઠ ભણાવવો જરૂરી હતો. મસૂદ અઝહરના ‘હું પણ મરી જતો’ના નિવેદન પર બાબા બાગેશ્વરે કહ્યું કે, કોઈક ને કોઈક રડવાવાળું પણ હોવું તો જોઈએ. પોતાની આંખોથી તે જોઈ તો શકે છે કે કાર્યવાહી શું હોય છે. કોઈનું ઘર ઉજાળવા દેવા પર કેવું લાગે છે, તેને હવે અનુભવવા દો.
બાબા બાગેશ્વરે કહ્યું કે અમને વિશ્વાસ છે કે ભારતીય સેના પાકિસ્તાનમાં ફળી-ફૂલી રહેલા આતંકવાદીઓને જડમૂળમાંથી ખતમ કરશે. આતંકવાદ આજે પણ સમગ્ર વિશ્વ માટે એક મોટું જોખમ છે. જે લોકોએ ભારતીય મહિલાઓના સિંદૂર ઉજાળ્યા હતા. સેનાએ સિંદૂરનો જવાબ ઓપરેશન સિંદૂરથી આપ્યો. આ તો સિંદૂર છે, મંગળસૂત્ર હજુ બાકી છે, તો પાકિસ્તાનની હાલત શું થશે?
પાકિસ્તાનના રક્ષા મંત્રીના પીછેહઠ અંગેના નિવેદન પર, બાબા બાગેશ્વરે કહ્યું છે કે પાકિસ્તાને પહેલા આતંકવાદનો માર્ગ છોડી દેવો જોઈએ. ત્યારબાદ ભારત પીછેહઠ કરશે, અત્યારે આ ભારતની સિંહણોની ગર્જના હતી, જો પાકિસ્તાન આતંકવાદ બંધ નહીં કરે અને જો જ્યારે ભારતના સિંહો ગર્જના કરશે તો પાકિસ્તાનનું શું થશે.
ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. સેનાની કાર્યવાહીમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હોવાની આશંકા છે. જોકે, પાકિસ્તાને કહ્યું છે કે, માત્ર 26 લોકો માર્યા જવાની વાત કહી છે. પાકિસ્તાને 40 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થવાની પુષ્ટિ કરી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp