‘અમારી મદદ કરો..’, ભારત સાથે પંગો લીધા બાદ ભીખ માગી રહ્યું છે આતંકિસ્તાન
ભારત દ્વારા પાકિસ્તાન પર કરાયેલા હુમલા બાદ પાકિસ્તાન ગભરાઈ ગયું છે. પાકિસ્તાનની હાલત એટલી ખરાબ છે કે તે હવે વિશ્વ બેંક સહિત આંતરરાષ્ટ્રીય ભાગીદારો સામે લોન માટે કરગરી રહ્યું છે. પાકિસ્તાન સરકારના આર્થિક સલાહકાર વિભાગ દ્વારા X પર એક પોસ્ટ કરવામાં આવી છે. આ પોસ્ટમાં, પાકિસ્તાને ભારતના હુમલા બાદ વિશ્વ બેંક સહિત આંતરરાષ્ટ્રીય ભાગીદારો પાસેથી વધુ લોનની માગણી કરી હોવાનું કહેવામા આવ્યું હતું, પરંતુ ફેક્ટ ચેકર MoIB નામના ટ્વીટર હેન્ડલ પરથી કહેવામા આવ્યું છે કે આ ફેક ન્યૂઝ છે.
પાકિસ્તાનનું કહેવું છે કે, વધતા યુદ્ધ અને શેરબજારમાં ઘટાડા વચ્ચે આંતરરાષ્ટ્રીય સમુદાયને અમારી મદદ કરવા વિનંતી કરીએ છીએ. આ પોસ્ટમાં રાષ્ટ્રને અડગ રહેવા વિનંતી કરવામાં આવી હતી. પાકિસ્તાનને આર્થિક સંકટમાંથી કાઢવા માટે આજે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF)ની બેઠક છે. ભારત પણ, IMF મેનેજમેન્ટનો ભાગ હોવાથી, આ બેઠકમાં પણ ભાગ લેશે અને અહીં પણ પાકિસ્તાનના આતંકવાદી ચહેરાને ઉજાગર કરવાની કોઈ તક નહીં છોડે.
જોકે, ભારતના વિરોધ છતા, પાકિસ્તાનને પેકેજ આપવાના પ્રસ્તાવને લીલી ઝંડી મળવાની પૂરી શક્યતા છે કારણ કે IMFના બે સૌથી મોટા શેરધારકો, અમેરિકા અને ચીન તરફથી કોઈ વિરોધ થવાની શક્યતા નથી. ભારત બેઠકમાં સભ્ય દેશોને કહેશે કે પાકિસ્તાનને નાણાકીય પેકેજ આપવાનો અર્થ વૈશ્વિક આતંકવાદને પ્રોત્સાહન આપવાનો છે. પાકિસ્તાન દ્વારા લોન માટે આ અપીલ એવા સમયે કરવામાં આવી છે જ્યારે પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવ ખૂબ વધી ગયો છે. 7 મેના રોજ પહેલગામ હુમલાનો ભારતે જવાબ આપ્યો ત્યારથી પાકિસ્તાન બોખલાયું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp