‘આ બધા આટલા જાહિલ લોકો છે કે..’, સ્થાનિક યુવકે પાકિસ્તાની આર્મી અને પ્રશાસનની ખોલી દીધી પોલ
આ દિવસોમાં પાકિસ્તાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં લોકો પાકિસ્તાનની હાલની પરિસ્થિતિ બતાવી રહ્યા છે. ખાસ કરીને રાવલપિંડીના વિસ્તારને લઈને એક વીડિયો ચર્ચામાં છે. વીડિયોમાં, એક વ્યક્તિ પોતાને રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમની નજીક હોવાનું જણાવી રહ્યો છે અને દાવો કરે છે કે એક ભારતીય ડ્રોન ત્યાં પડ્યો છે. જોકે, પાકિસ્તાનની સેના અને પ્રશાસન આ દાવાને સ્પષ્ટપણે નકારી રહ્યા છે.
આ નિવેદન વીડિયોમાં દેખાતા એ યુવકનું છે જે પાકિસ્તાનની સેના અને પોલીસ પર ગુસ્સાથી ભડકી રહ્યો છે. વીડિયોમાં તે સેના અને સરકારી વિભાગની ખોટી કહાનીનો પર્દાફાશ કરતો જોવા મળે છે. વીડિયોમાં, તે કહેતો જોવા મળી રહ્યો છે કે છે કે આ લોકો એટલા નાલાયક છે કે તેઓ કહી રહ્યા છે કે આકાશી વીજળી પડી છે. શરમ નથી. તેમને જૂઠું બોલવામાં શરમ નથી આવતી. એક યુઝરે X (પહેલાનું ટ્વીટર) પર લખ્યું કે રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમની બાજુમાં આવેલી ફૂડ સ્ટ્રીટ પાસે એક ડ્રોન ઝાડ સાથે અથડાયા બાદ ક્રેશ થયું. આ અકસ્માતને કારણે સ્થળ પર આગ લાગી ગઈ.
ભારત અને પાકિસ્તાન વચ્ચે આ સમયે ભારે તણાવની સ્થિતિ છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં બહાવલપુર અને રાવલપિંડી જેવા આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો. જવાબમાં, પાકિસ્તાને ભારતના 15 શહેરોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતની S-400 એર ડિફેન્સ સિસ્ટમે આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા.
This is my favorite video😂😂🤣🤣Boy - What happened inside food park?Pakistani Police - Aasmani Bijli Giri Hai (Drone Attack) 🤣🤣#IndiaPakistanWar #Lahore #DroneAttack #OperationSindoor2 pic.twitter.com/aW1tkFs3IX — Brahmin Genes (@Brahmingen) May 8, 2025
This is my favorite video😂😂🤣🤣Boy - What happened inside food park?Pakistani Police - Aasmani Bijli Giri Hai (Drone Attack) 🤣🤣#IndiaPakistanWar #Lahore #DroneAttack #OperationSindoor2 pic.twitter.com/aW1tkFs3IX
હવે PSLની બાકીની મેચો રાવલપિંડીથી કરાચી ખસેડવામાં આવી છે. બુધવારે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે PCBની એક કટોકટી બેઠક યોજાઈ હતી, જેમાં PSL ટીમના માલિકો અને સુરક્ષા એજન્સીઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો અને આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp