બંદૂક લઈને સ્કૂલમાં ઘૂસ્યો સ્ટુડન્ટ, જે દેખાયું તેના પર વરસાવી દીધી આડેધડ ગોળીઓ, અત્યાર સુધી 9ન

બંદૂક લઈને સ્કૂલમાં ઘૂસ્યો સ્ટુડન્ટ, જે દેખાયું તેના પર વરસાવી દીધી આડેધડ ગોળીઓ, અત્યાર સુધી 9ના મોત; જુઓ વીડિયો

06/10/2025 World

SidhiKhabar

SidhiKhabar

બંદૂક લઈને સ્કૂલમાં ઘૂસ્યો સ્ટુડન્ટ, જે દેખાયું તેના પર વરસાવી દીધી આડેધડ ગોળીઓ, અત્યાર સુધી 9ન

ઑસ્ટ્રિયાના બીજા સૌથી મોટા શહેર ગ્રાઝની એક શાળામાં ફાયરિંગની ઘટના સામે આવી છે. ઑસ્ટ્રિયા પ્રેસ એજન્સીના અહેવાલ મુજબ, ગ્રાઝ શહેરના મેયરે જણાવ્યું હતું કે આ ફાયરિંગમાં 7 વિદ્યાર્થીઓ સહિત 9 લોકોના મોત થયા છે.


સ્કૂલનો એક વિદ્યાર્થીએ આડેધડ કરી ફાયરિંગ

સ્કૂલનો એક વિદ્યાર્થીએ આડેધડ કરી ફાયરિંગ

મળતી માહિતી મુજબ, સ્કૂલનો એક વિદ્યાર્થી બંદૂક લઈને પહોંચ્યો હતો અને તેની સામે જે કોઈ દેખાયું તેના પર આડેધડ ફાયરિંગ શરૂ કરી દીધી. ત્યારબાદ વિદ્યાર્થીએ વૉશરૂમમાં જઈને પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. પોલીસે જણાવ્યું હતું કે તેમને સવારે 10:00 વાગ્યે (સ્થાનિક સમય) માહિતી મળી હતી અને તેના થોડા સમય બાદ સ્કૂલ બિલ્ડિંગની અંદરથી ફાયરિંગનો અવાજ સંભળાયો હતો.


પોલીસે સ્કૂલ ખાલી કરાવી દીધી

પોલીસે સ્કૂલ ખાલી કરાવી દીધી

સ્થાનિક પોલીસે લોકોને તે વિસ્તારથી દૂર રહેવા અને અધિકારીઓની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપી છે. પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી હતી કે સ્કૂલ ખાલી કરાવી દેવામાં આવી છે અને દરેકને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા છે. પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને હવે કોઈ જોખમ નથી. ઑસ્ટ્રિયાનું ગ્રાઝ શહેર દેશના દક્ષિણપૂર્વમાં આવેલું છે અને તેની વસ્તી લગભગ 300,000 છે.

અહેવાલ મુજબ, ગ્રાઝ શહેરના મેયર, એલ્કે કાહરે જણાવ્યું હતું કે મૃત્યુ પામેલા લોકોમાં 7 વિદ્યાર્થીઓ, એક શાળાનો કર્મચારી અને ગોળીબાર કરનાર ગુનેગારનો સમાવેશ થાય છે. સ્કૂલમાં થયેલી ગોળીબારીની તપાસની જવાબદારી સ્પેશિયલ ટાસ્ક ફોર્સને આપવામાં આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top