આજે આ 5 શેરો પર નજર રાખજો, સામે આવ્યા છે મોટા સમાચાર

આજે આ 5 શેરો પર નજર રાખજો, સામે આવ્યા છે મોટા સમાચાર

04/08/2025 Business

SidhiKhabar

SidhiKhabar

આજે આ 5 શેરો પર નજર રાખજો, સામે આવ્યા છે મોટા સમાચાર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફને કારણે ગઈકાલે વિશ્વભરના શેરબજારો દબાણ હેઠળ દેખાયા હતા. ભારતીય બજારમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સમાં લગભગ 3000 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. આજે પણ બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. આ દરમિયાન, જે કંપનીઓએ એવી કંપનીઓના શેરો પર ફોકસ રહેશે, જેમણે પોતાની કારોબારી ગતિવિધિઓને અંગે મોટા અપડેટ્સ આપ્યા છે.


ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL)

ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL)

સંરક્ષણ ક્ષેત્રની કંપની ભારત ઇલેક્ટ્રોનિક્સને મોટો ઓર્ડર મળ્યો છે. સોમવારે બજાર બંધ થયા બાદ કંપનીએ જણાવ્યું હતું કે, તેને સંરક્ષણ મંત્રાલયે ભારતીય વાયુસેના માટે ઇલેક્ટ્રોનિક વોરફેર (EW) સ્યૂટ્સ સાથે જોડાયેલો 2,210 કરોડ રૂપિયાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ 2026માં અત્યાર સુધીમાં કંપનીને 2,803 કરોડ રૂપિયાના ઓર્ડર મળ્યા છે. પાછલા સત્રમાં BELના શેર 2 ટકાથી વધુના ઘટાડા સાથે 274 રૂપિયા પર બંધ થયા હતા. આ વર્ષે અત્યાર સુધીમાં આ શેર 6.77 ટકા નીચે આવ્યા છે.


ICICI પ્રૂડેન્શિયલ લાઇફ

ICICI પ્રૂડેન્શિયલ લાઇફ

આ કંપની પોતાના રોકાણકારોને ડિવિડન્ડનું વિતરણ કરવા જઈ રહી છે. ગઈકાલે બજાર બંધ થયા બાદ કંપનીએ જણાવ્યું હતું કે તેનું બોર્ડ આવતા અઠવાડિયે ડિવિડન્ડ પર વિચાર કરી શકે છે. સોમવારે કંપનીનો શેર 3.20 ટકા ઘટીને 539 રૂપિયા પર બંધ થયા હતા અને આ વર્ષે અત્યાર સુધીમાં તેની કિંમત 18.31 ટકા નીચે આવી ગઇ છે.


મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા

મહિન્દ્રાએ માર્ચ 2025માં પૂરા થયેલા ક્વાર્ટર માટે બિઝનેસ અપડેટ જાહેર કર્યું છે. કંપનીએ જણાવ્યું છે કે, માર્ચમાં તેનું કુલ ઉત્પાદન વાર્ષિક ધોરણે 71,814 યુનિટથી વધીને 88,701 યુનિટ થયું છે. તેવી જ રીતે, માર્ચમાં વેચાણ વધીને 79,751 યુનિટ થયું, જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં 66,840 યુનિટ હતું. સોમવારે કંપનીના શેર 3 ટકાથી વધુ ઘટીને 2,508 રૂપિયા પર બંધ થયા હતા. આ વર્ષે અત્યાર સુધીમાં તે 18.62 ટકા સસ્તા થયા છે.


ટાઇટન કંપની

ટાઇટન કંપની

ટાટા ગ્રુપની ટાઇટન કંપનીએ માર્ચ ક્વાર્ટર માટે બિઝનેસ અપડેટ પણ બહાર પાડ્યું છે. આ સમયગાળા દરમિયાન, કંપનીની આવક વૃદ્ધિમાં વાર્ષિક ધોરણે 25 ટકાનો વધારો જોવા મળ્યો છે. સોમવારે ટાઇટનના શેર લગભગ 1 ટકા ઘટ્યા હતા. 3046.10 રૂપિયામાં ઉપલબ્ધ આ સ્ટોક આ વર્ષે અત્યાર સુધીમાં 6.38 ઘટ્યો છે.


VTM Ltd (NDA)

VTM Ltd (NDA)

કાપડ ઉત્પાદન ઉદ્યોગ સાથે સંકળાયેલી કંપની VTM તેના રોકાણકારોને બોનસ શેર આપવાની તૈયારી કરી રહી છે. સોમવારે બજાર બંધ થયા બાદ કંપનીએ જણાવ્યું હતું કે તેના બોર્ડની બેઠક આવતા અઠવાડિયે મળવાની છે, જેમાં બોનસ શેરની જાહેરાત થઈ શકે છે. સોમવારે કંપનીના શેર લગભગ 2 ટકા ઘટીને 199.30 રૂપિયા પર બંધ થયા હતા. જોકે, આ વર્ષે અત્યાર સુધીમાં તેમાં 12.66 ટકાનો વધારો થયો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top