ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ગુજરાતની આ ટ્રેન રદ કરવામાં આવી

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ગુજરાતની આ ટ્રેન રદ કરવામાં આવી

05/09/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ગુજરાતની આ ટ્રેન રદ કરવામાં આવી

પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે ‘ઓપરેશન સિંદૂર ચલાવીને પાકિસ્તાન અને Pokમાં આવેલા આતંકી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા. ત્યારથી ભારત-પાકિસ્તાન તણાવ ચરમસીમા પર છે. ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીઓને માર્યા હતા, જેથી તે બોખલાયું છે અને ભારતમાં સામાન્ય નાગરિકોને નિશાનો બનાવી રહ્યું છે. ત્યારે ભારતીય સેના પણ જડબાતોડ જવાબ આપી રહી છે. ગઇકાલે રાત્રે ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપતા પાકિસ્તાનના 6 શહેરો પણ મિસાઈલો વડે હુમલો કર્યો હોવાના અહેવાલ છે. પણ પાકિસ્તાને જ ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ કરીને નાપાક હરકત કરી રહ્યું છે અને ભારતે પહેલા જ કહી દીધું છે કે જો પાકિસ્તાન કોઈ નાપાક હરકત કરશે તો ભારત પણ જવાબી પ્રહાર કરશે. અમે આતંકીઓને માર્યા છે ન કે સામાન્ય નાગરિકોને. ભારતે પણ એજ કર્યું. પાકિસ્તાને ભારતના કેટલાક શહેરો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, તો ભારતે પણ તેને જડબાતોડ જવાબ આપ્યો.


પાકિસ્તાની પાયલટ પકડાયો:

પાકિસ્તાની પાયલટ પકડાયો:

ગઇકાલે રાત્રે સીમાની આસપાસના શહેરોમાં આખી રાત યુદ્ધના સાયરન વાગતા રહ્યા અને આસપાસના વિસ્તારોમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યા હતા. આખી રાત સીમાની આસપાસ ફાયરિંગ અને હુમલાના અવાજો સંભળાતા રહ્યા. જમ્મુ-કાશ્મીરમાંથી પાકિસ્તાનીઓએ ઘૂસણખોરી કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. જો કે ભારતીય સેનાએ પાકિસ્તાનના તમામ મંશૂબા પર પાણી ફેરવી દીધું છે અને તમામ ડ્રોન હુમલા નિષ્ફળ બનાવ્યા છે. તો ભારતે પાકિસ્તાનના 2, F-16 વિમાન સહિત 4 જેટલા પાકિસ્તાની ફાઇટર જેટ તોડી પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત પાકિસ્તાની ફાઇટર જેટના પાયલટને પકડવામાં આવ્યો છે.


ભુજ-અમદાવાદ-ભુજ ટ્રેન રદ

ભુજ-અમદાવાદ-ભુજ ટ્રેન રદ

ભારત-અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ગઇકાલે રાત્રે જ ગુજરાતના એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા હતા. જેમાં રાજકોટનું હીરાસર એરપોર્ટ, મુંદ્રા, પોરબંદર, કેશોદ, કંડલા, જામનગર એરપોર્ટનોનો સમાવેશ થાય છે. તો હવે એવા સમાચાર મળી રહ્યા છે કે અમદાવાદ-ભુજ-અમદાવાદ ટ્રેન રદ કરી દેવામાં આવી છે. બીજી કઈ કઈ ટ્રેન રદ કરવામાં આવશે તેને લઈને માહિતી સામે આવી નથી. આ સાથે જ નડાબેટના અને વાવના ગામડાઓને એલર્ટ કરાયા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top