બંને ગૃહોમાં પાસ થયેલા 'વક્ફ બિલ'ને સુપ્રીમ કોર્ટમાં પડકારશે કોંગ્રેસ, પાર્ટીએ જણાવ્યું તેની પાછળનું કારણ?
કોંગ્રેસે શુક્રવારે કહ્યું કે, તે સંસદમાં પાસ થયેલા 'વક્ફ (સંશોધન) બિલ, 2025'ની બંધારણીયતાને ટૂંક સમયમાં જ સુપ્રીમ કોર્ટમાં પડકારશે. રાજ્યસભાએ ગુરુવારે વક્ફ બોર્ડમાં પારદર્શિતા વધારવા સહિતની ઘણા મહત્ત્વપૂર્ણ પ્રાવધાનોવાળા 'વક્ફ (સંશોધન) બિલ, 2025ને મંજૂરી આપી હતી. આ સાથે આ બિલ સંસદમાં પસાર થઈ ગયું.
લોકસભાએ બુધવારે મોડી રાત્રે લગભગ 2:00 વાગ્યે આ બિલ પાસ કરી દીધું હતું. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, 'કોંગ્રેસ ખૂબ જલદી વક્ફ (સંશોધન) બિલની બંધારણીયતાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. અમે ભારતના બંધારણમાં સમાવિષ્ટ સિદ્ધાંતો, જોગવાઈઓ અને પરંપરાઓ પર મોદી સરકારના તમામ હુમલાઓનો વિરોધ કરતા રહીશું.
The INC's challenge of the CAA, 2019 is being heard in the Supreme Court.The INC's challenge of the 2019 amendments to the RTI Act, 2005 is being heard in the Supreme Court.The INC’s challenge to the validity of the amendments to the Conduct of Election Rules (2024) is being… — Jairam Ramesh (@Jairam_Ramesh) April 4, 2025
The INC's challenge of the CAA, 2019 is being heard in the Supreme Court.The INC's challenge of the 2019 amendments to the RTI Act, 2005 is being heard in the Supreme Court.The INC’s challenge to the validity of the amendments to the Conduct of Election Rules (2024) is being…
આ સાથે, કોંગ્રેસ નેતાએ કહ્યું કે કોંગ્રેસે 'નાગરિકતા (સંશોધન) અધિનિયમ (CAA) 2019'ને પડકાર્યો છે જેના પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. કોંગ્રેસે RTI એક્ટ, 2005માં 2019ના સંશોધનને પણ પડકાર્યો હતો, જેની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે, 'કોંગ્રેસે ચૂંટણી આચાર નિયમો (2024)માં સંશોધનની કાયદેસરતાને પડકારી હતી અને તેની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે.' જયરામ રમેશે કહ્યું કે, 'પ્લેસ ઑફ વર્શિપ એક્ટ, 1991ની મૂળ ભાવના જાળવી રાખવા અંગેની કોંગ્રેસની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.'
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp