વક્ફ બિલને સુપ્રીમ કોર્ટમાં પડકાર, કોંગ્રેસના સાંસદે દાખલ કરી અરજી
Congress MP Mohammad Jawed: વક્ફ સંશોધન બિલ લોકસભા અને રાજ્યસભા દ્વારા પાસ થઈ ગયું છે. આ દરમિયાન કોંગ્રેસના સાંસદ મોહમ્મદ જાવેદે વક્ફ સંશોધન બિલ સામે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. તેમણે આ બિલને પડકારતી અરજી કોર્ટમાં દાખલ કરી છે. મોહમ્મદ જાવેદ બિહારના કિશનગંજથી કોંગ્રેસના સાંસદ છે.
મોહમ્મદ જાવેદ વક્ફ પર બનેલી JPCના સભ્ય પણ રહી ચૂક્યા છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આ બિલ મુસ્લિમોના અધિકારો સામે ભેદભાવ કરનારું છે. આ સાથે જ, આ સંશોધન બિલ બંધારણના અનુચ્છેદ 19 હેઠળ સમાનતાના અધિકાર, અનુચ્છેદ 25 અને 26 હેઠળ ધર્મ અને ધાર્મિક પ્રવૃત્તિઓનું પાલન અને સંચાલન કરવાનો અધિકાર અને અનુચ્છેદ 29મા આપવામાં આવેલા લઘુમતીના અધિકારોનું ઉલ્લંઘન કરે છે.
વક્ફ સંશોધન બિલને સંસદના બંને ગૃહો દ્વારા મંજૂર કરવામા આવતા વિપક્ષી દળોમાં નારાજગી જોવા મળી રહી છે. કૉંગ્રેસ ઉપરાંત, અભિનેતા-રાજકારણી વિજયની આગેવાની હેઠળ તમિલગા વેત્રી કઝગમે વક્ફ બિલ સામે ચેન્નાઈમાં રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તેને પાછું ખેંચવાની માગ કરી હતી.
TVKના જનરલ સેક્રેટરી એન. આનંદની આગેવાનીમાં પાર્ટીના કાર્યકરોએ સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરાયેલા બિલ સામે નારેબાજી કરી હતી. પ્રદર્શનકારીઓએ દાવો કર્યો હતો કે કેન્દ્રએ વક્ફ મિલકતો સાથે સંબંધિત બાબતોમાં હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં અને બિલ પસાર થવાથી કેન્દ્ર સરકારને "વક્ફ મિલકતો માટે ખતરો" બની ગયો છે. પ્રદર્શનકારીઓએ લઘુમતીઓ સાથે વિશ્વાસઘાત ન કરો’ જેવા નારા લગાવ્યા. મદુરાઇ, કોયમ્બતુર, તિરુચિરાપલ્લી, થૂથૂકડી અને તંજાવુરમાં TVKએ વિરોધ પ્રદર્શન કર્યું. વિજાએ પણ વક્ફ બિલને લોકતંત્ર વિરોધી ગણાવ્યું અને માગ કરી કે તેને પાછું લેવું જોઇયે. તેમણે કહ્યું કે, જો આ માગ પૂરી ન થઈ તો તેમની પાર્ટી મુસ્લિમો સાથે મળીને તેમના ‘વક્ફ અધિકારોના કાયદાકીય સંઘર્ષ’માં સામેલ થશે.
બીજી તરફ લઘુમતી સમુદાયના સભ્યોએ કોલકાતાના પાર્ક સર્કસ ક્રોસિંગ પર વિરોધ પ્રદર્શન કર્યું અને વક્ફ (સંશોધન) બિલ 2025ને તત્કાલિન પરત લેવાની માગ કરી. તેના વિરોધમાં સેકડો લોકો રસ્તા પર ઉતર્યા, જેમાં ઘણા લઘુમતી સંગઠન પણ સામેલ થયા. પ્રદર્શનકારીઓએ કહ્યું કે, આ બિલ દેશને વિભાજિત કરવાની ભાજપની ચાલ છે. તેમણે બહુમતને કારણે લોકસભા અને રાજ્યસભા બંનેમાં બિલ પાસ કર્યું. અમે આ તાનાશાહી દૃષ્ટિકોણનો વિરોધ કરીયે છીએ. એ ન માત્ર મુસ્લિમ મિલકતોને જપ્ત કરવાનો પ્રયાસ છે, પરંતુ અમને બદનામ કરવાનો પ્રયાસ પણ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp