પાકિસ્તાની સેનાના જુઠ્ઠાણાનો પર્દાફાસ, ટ્રેન હાઈજેક કરનાર BLAનો મોટો- 'બલોચ વિદ્રોહીઓએ બધા 214.

પાકિસ્તાની સેનાના જુઠ્ઠાણાનો પર્દાફાસ, ટ્રેન હાઈજેક કરનાર BLAનો મોટો- 'બલોચ વિદ્રોહીઓએ બધા 214..'

03/15/2025 World

SidhiKhabar

SidhiKhabar

પાકિસ્તાની સેનાના જુઠ્ઠાણાનો પર્દાફાસ, ટ્રેન હાઈજેક કરનાર BLAનો મોટો- 'બલોચ વિદ્રોહીઓએ બધા 214.

થોડા દિવસ અગાઉ બલૂચ લિબરેશન આર્મી (BLA)એ પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ટ્રેન હાઇજેક કરી લીધી હતી. આ ઘટનાને લઈને પાકિસ્તાની સેનાના નિવેદનો અલગ-અલગ આવી રહ્યા છે. પહેલા પાકિસ્તાની સેનાએ દાવો કર્યો હતો કે તેને બધા બંધકોને છોડાવી લીધા છે. બલૂચ વિદ્રોહીઓ સાથેના સંઘર્ષમાં 25 લોકો માર્યા ગયા, તેમાં માત્ર 4 અર્ધસૈનિક બળોના જવાન હતા, જ્યારે બાકી સામાન્ય લોકો હતા, પરંતુ શુક્રવારે પાકિસ્તાની મિલિટરીના પ્રવક્તાના જણાવ્યા મુજબ, ટ્રેન અપહરણની ઘટનામાં મૃતકોની સંખ્યા વધી ગઈ છે. પરંતુ હવે ટ્રેન હાઇજેક કરનાર કરનાર અલગતાવાદી સંગઠન બલૂચ લિબરેશન આર્મી (BLA)એ એક એવો દાવો કર્યો છે, જેનાથી પાકિસ્તાની આર્મીના જુઠ્ઠાણા પરથી પરદો ઉઠી ગયો છે. આમ તો કારગીલ વૉરના સમયે પણ પાકિસ્તાની સેનાએ જુઠ્ઠાણું ચલાવ્યું હતું અને પોતાના જવાનોના મૃતદેહ લેવાનો પણ ઇનકાર કરી દીધો હતો. પરંતુ બલુચિસ્તાનમાં તેમની એક ન ચાલી

BLAએ તમામ 214 બંધકોને મારી નાખવાનો દાવો કર્યો છે. શુક્રવારે જાહેર કરવામાં આવેલી એક નિવેદનમાં, BLA બળવાખોરોએ જણાવ્યું હતું કે માર્યા ગયેલા તમામ 214 બંધકો પાકિસ્તાની સેનાના જવાન હતા.  મંગળવારે, બલૂચ બળવાખોરોએ બલૂચિસ્તાનના બોલન પાસ નજીક ક્વેટાથી પેશાવર જતી જાફર એક્સપ્રેસ ટ્રેનનું અપહરણ કર્યું હતું. ટ્રેનમાં 450થી વધુ લોકો હતા, પરંતુ BLAએ વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને જવા દીધા હતા.


પાકિસ્તાની સેનાએ બધાને મુક્ત કરાવ્યાનો દાવો કર્યો

પાકિસ્તાની સેનાએ બધાને મુક્ત કરાવ્યાનો દાવો કર્યો

BLAએ 214 પાકિસ્તાની લશ્કરી બંધકોના કબજાનો દાવો કર્યો હતો. બુધવારે રાત્રે પાકિસ્તાની સેનાએ બંધક સંકટ ખતમથવાની જાહેરાત કરતા કહ્યું હતું કે, તેણે ઓપરેશનમાં તમામ 33 BLA લડવૈયાઓને મારી નાખ્યા છે. પાકિસ્તાની સેનાએ કહ્યું કે તેણે બધા બંધકોને બચાવી લીધા છે. જોકે, પાકિસ્તાની સેનાએ બંધકોની મુક્તિ અથવા BLAને થયેલા નુકસાન અંગે કોઈ વીડિયો કે ફોટોગ્રાફ્સ જાહેર કર્યા નથી.

BLAએ પાકિસ્તાની સેનાના જુઠ્ઠાણાનો કર્યો પર્દાફાશ

બીજા જ દિવસે, BLAએ એક નિવેદન બહાર પાડીને પાકિસ્તાની સેનાના દાવાઓને ખોટા ગણાવ્યા અને કહ્યું કે બંધકો હજુ પણ તેમની કસ્ટડીમાં છે. ગ્રુપે એમ પણ કહ્યું કે પાકિસ્તાની સેનાએ તેના સૈનિકોને મરવા માટે છોડી દીધા હતા. આ જૂથે પાકિસ્તાની રાજ્ય પર તેમની માંગણીઓને અવગણવાનો અને બંધકોની મુક્તિ માટે ગંભીર વાટાઘાટો કરવાનો ઇનકાર કરવાનો આરોપ મૂક્યો. BLAએ પાકિસ્તાન સેનાને કેદીઓની આપ-લે માટે વાટાઘાટો કરવા માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું.


પાકિસ્તાની સેનાની મોટી હાર

પાકિસ્તાની સેનાની મોટી હાર

BLAના પ્રવક્તા જિયાન બલોચે શુક્રવારે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન સાર્થક વાતચીત કરવાની જગ્યાએ જૂની જિદ અને લશ્કરી ઘમંડને ચૂંટણીઓ અને જમીન પરની પરિસ્થિતિને સ્વીકારવામાં નિષ્ફળ ગયું છે. આ જીદના પરિણામે, બધા 214 બંધકો મારી નાખવામાં આવ્યા.' જૂથે આને પાકિસ્તાની સેના માટે મોટી હાર ગણાવી છે. BLA એ લડાઈમાં માર્યા ગયેલા તેના 12 લડવૈયાઓને પણ શ્રદ્ધાંજલિ આપી, જેમાં માજીદ બ્રિગેડના 5 આત્મઘાતી બોમ્બરોનો પણ સમાવેશ થાય છે. બોલન પાસ નજીક કલાકો સુધી લડાઈ ચાલુ રહી હોવાના અહેવાલ છે.

પાકિસ્તાની સેનાએ દાવાઓને નકારી કાઢ્યા

બલૂચે પાકિસ્તાન સેનાની એ વાતની ટીકા કરી કે તે BLAના લડવૈયાઓના મતદેહોના સફળતાના રૂપમાં બતાવી રહી છે. તેમણે કહ્યું કે તેમનું મિશન ક્યારેય જીવતા પાછા ન ફરવાનું હતું, પરંતુ છેલ્લી ગોળી સુધી લડવાનું હતું. તેમણે પાકિસ્તાન સેનાના બંધકોને બચાવવાના દાવાઓને નકારી કાઢ્યા અને કહ્યું કે જેમને બચાવી લેવામાં આવ્યા હતા તેમને ખરેખર BLA દ્વારા પહેલા જ દિવસે છોડી દેવામાં આવ્યા હતા અને 'યુદ્ધના નિયમો હેઠળ સલામત માર્ગ' આપવામાં આવ્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top