કસ્તુરબા ગાંધી નિવાસી શાળામાંથી 3 વિદ્યાર્થિનીઓ શંકાસ્પદ રીતે ગાયબ, શાળાના CCTV કેમેરા પણ બંધ હતા
Kasturba Gandhi Residential School Meerut: ગુરૂવારે બપોરે પોલીસ સ્ટેશન વિસ્તારના ભૂની ચોક પર સ્થિત કસ્તુરબા ગાંધી નિવાસી શાળામાંથી 3 વિદ્યાર્થિનીઓ શંકાસ્પદ સંજોગોમાં ગુમ થઈ ગઈ હતી. વિદ્યાર્થીનિઓ ગુમ થવાથી શાળાની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થઈ રહ્યા છે. શાળા પ્રશાસને સાંજ સુધી મામલો દબાવી રાખ્યો હતો. મોડી રાત્રે આ અંગે અધિકારીઓને જાણ કરી હતી. માહિતી મળતા CDO, BSA અને મામલતદાર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી.
કસ્તુરબા ગાંધી નિવાસી શાળામાં મેરઠની રહેવાસી 2 વિદ્યાર્થિનીઓ અને સરધના વિસ્તારના એક ગામની એક વિદ્યાર્થીની ગુમ થઈ હોવાના અહેવાલ છે. ગુરૂવારે બપોરે આ વિદ્યાર્થિનીઓ ગુમ થઈ ગઇ હોવાના અહેવાલ છે. શાળાની શિક્ષિકાઓ આખો દિવસ વિદ્યાર્થિનીઓને શોધતી રહી, પરંતુ 50 મીટર દૂર આવેલા પોલીસ સ્ટેશને આ બાબતની જાણ કરી નહોતી. રાત્રે 10:00 વાગ્યાની આસપાસ શાળા પ્રશાસને આ ઘટના અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વિદ્યાર્થિનીના પરિવારજનોને આ અંગે જાણ કરી હતી. પરિવારજનો રાત્રે જ શાળાએ પહોંચ્યા હતા. CDO નૂપુર ગોયલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આશા ચૌધરી અને મામલતદાર અનુરાગ સિંહ શાળાએ પહોંચ્યા અને આ અંગે માહિતી લીધી હતી. તપાસમાં જાણવા મળ્યું કે શાળામાં લગાવવામાં આવેલા CCTV કેમેરા બંધ હતા, જેમને BSA દ્વારા ચાલુ કરાવવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પણ તપાસ હાથ ધરી છે.
બીજી તરફ પરિવારજનોનું કહેવું છે કે તેમની પુત્રીએ ઘણી વખત કહ્યું હતું કે શાળાના પરિસરમાં અવારનવાર બાહ્ય લોકો આવે છે અને જાય છે. જો કે મોડી રાત સુધી અધિકારીઓ સ્થળ પર જ રહ્યા હતા. તેમણે કહ્યું કે શાળા પરિસરની પાછળની દિવાલ તૂટી ગઈ છે અને વિદ્યાર્થિનીઓ લોખંડની જાળી હટાવ્યા બાદ ત્યાંથી નીકળી ગઇ હશે એવી આશંકા વ્યક્ત કરી છે. લગભગ 11:45 વાગ્યે DM ડૉ.વિજય કુમાર સિંહ, SSP ડૉ.વિપિન ટાડા, SP દેહત રાકેશ મિશ્રા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મામલાની માહિતી લીધી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp