બૉલિવુડના દિગ્ગજ એક્ટર મનોજ કુમારનું 87 વર્ષની વયે નિધન

બૉલિવુડના દિગ્ગજ એક્ટર મનોજ કુમારનું 87 વર્ષની વયે નિધન

04/04/2025 Glamour

SidhiKhabar

SidhiKhabar

બૉલિવુડના દિગ્ગજ એક્ટર મનોજ કુમારનું 87 વર્ષની વયે નિધન
Manoj Kumar Passes Away: હજી તો શુક્રવારની સવારે લોકોની સરખી આંખ પણ ઉઘડી નહોતી કે બોલિવુડમાંથી ખૂબ જ દુઃખદ સમાચાર આવી રહ્યા છે. ભારતીય અભિનેતા અને ફિલ્મ નિર્દેશક મનોજ કુમાર હવે આ દુનિયામાં નથી રહ્યા. કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં 87 વર્ષની વયે તેમનું નિધન થઇ ગયુ છે.  મનોજ કુમારના નિધનથી બોલિવુડમાં શોકની લહેર દોડી ગઇ છે. ઘણા ચાહકો અને સેલેબ્સ, પીઢ અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે.

મનોજ કુમારનું 87 વર્ષની વયે નિધન

મનોજ કુમારનું 87 વર્ષની વયે નિધન

મનોજ કુમાર ઘણા દિવસોથી બીમાર હતા અને હોસ્પિટલમાં દાખલ હતા. શુક્રવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. મનોજ કુમાર તેમની દેશભક્તિની ફિલ્મો માટે જાણીતા હતા. તેઓ બોલિવુડના 'ભારત કુમાર'ના નામથી પ્રખ્યાત હતા.


અશોક પંડિતે મનોજ કુમારને શ્રદ્ધાંજલિ આપી હતી

અશોક પંડિતે મનોજ કુમારને શ્રદ્ધાંજલિ આપી હતી

ભારતીય અભિનેતા અને ફિલ્મ દિગ્દર્શક મનોજ કુમારના નિધન પર, ફિલ્મ નિર્માતા અશોક પંડિતે કહ્યું કે, "...મહાન દાદા સાહેબ ફાળકે પુરસ્કાર વિજેતા, આપણા પ્રેરણાસ્ત્રોત અને ભારતીય ફિલ્મ ઉદ્યોગના 'સિંહ' મનોજ કુમારજી હવે આપણી વચ્ચે નથી રહ્યા. આ ઉદ્યોગ માટે એક મોટી ખોટ છે અને સમગ્ર ઇન્ડસ્ટ્રી તેમને યાદ કરશે..."


દેશભક્તિની ફિલ્મોને કારણે 'ભારત કુમાર' કહેવાતા હતા

દેશભક્તિની ફિલ્મોને કારણે 'ભારત કુમાર' કહેવાતા હતા

24 જુલાઈ, 1937ના રોજ હરિકૃષ્ણ ગિરી ગોસ્વામી તરીકે જન્મેલા મનોજ કુમાર હિન્દી સિનેમાના પીઢ અભિનેતા હતા. તેમને દેશભક્તિ થીમવાળી ફિલ્મોમાં અભિનય અને દિગ્દર્શન માટે ઓળખવામાં આવે છે. ‘શહીદ (1965), ‘ઉપકાર’ (1967), ‘પૂરબ ઔર પશ્ચિમ’ (1970), અને ‘રોટી કપડા ઔર મકાન (1974) સામેલ. આ ફિલ્મોને કારણે તેમને 'ભારત કુમાર' પણ કહેવામાં આવતા હતા.

તેમની દેશભક્તિની ફિલ્મો ઉપરાંત, તેમણે ‘હરિયાલી ઔર રાસ્તા’, ‘વો કૌન થી’, ‘હિમાલય કી ગોદ મેં’, ‘દો બદન’, ‘પત્થર કે સનમ’, ‘નીલ કમલ’ અને ક્રાંતિ જેવી અન્ય નોંધપાત્ર ફિલ્મોમાં પણ અભિનય અને દિગ્દર્શન કર્યું હતું. તેઓ છેલ્લી વખત વર્ષ 1995માં આવેલી ફિલ્મ 'મેદાન-એ-જંગ'માં મોટા પડદા પર જોવા મળ્યા હતા.


પુરસ્કાર અને સન્માન

પુરસ્કાર અને સન્માન

મનોજ કુમારને ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ 1992માં પદ્મશ્રી અને 2015માં દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top