માતાજીની પૂજા અગાઉ આ ગામમાં ફેલાયો શોકનો માહોલ, કૂવામાં ડૂબી જવાથી 8 લોકોના મોત

માતાજીની પૂજા અગાઉ આ ગામમાં ફેલાયો શોકનો માહોલ, કૂવામાં ડૂબી જવાથી 8 લોકોના મોત

04/04/2025 National

SidhiKhabar

SidhiKhabar

માતાજીની પૂજા અગાઉ આ ગામમાં ફેલાયો શોકનો માહોલ, કૂવામાં ડૂબી જવાથી 8 લોકોના મોત

Khandwa News: મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લાના કોંડાવત ગામમાં એક દુર્દનાક અકસ્માત થઇ ગયો હતો. અહીં ગણગૌર માતાના વિસર્જન માટે કૂવો સફાઇ કરવા ઉતરેલા 8 લોકોના મોત થઇ ગયા હતા. દુર્ઘટનાને કારણે કૂવાની અંદર મિથેન ગેસનું લીકેજ  બતાવવામાં આવી રહ્યું છે. કોંડાવત ગામમાં ગણગૌર માતાની મૂર્તિઓનું વિસર્જન કરવાનું હતું. તેને જોતા બુધવારે ગ્રામજનો 150 વર્ષ જૂના સાર્વજનિક કૂવાની સફાઈ કરવા માટે ઉતર્યા હતા, પરંતુ કૂવામાં જમા મિથેન ગેસના સંપર્કમાં આવવાથી શ્વાસ રૂંધાવાથી તમામના ઘટનાસ્થળે જ મોત થઇ ગયા હતા.


આ લોકોએ જીવ ગુમાવ્યો

આ લોકોએ જીવ ગુમાવ્યો

આ દર્દનાક અકસ્માતમાં મૃતકોની ઓળખ મોહન મંશારામ પટેલ (ઉંમર 55 વર્ષ), અનિલ આત્મારામ પટેલ (ઉંમર 25 વર્ષ), શરણ સુખરામ પટેલ (ઉંમર 35 વર્ષ), અર્જૂન ગોવિંદ, ગજાનંદ ગોપાલ પટેલ (ઉંમર 32 વર્ષ), બલિરામ આશારામ પટેલ (ઉંમર 26 વર્ષ), રાકેશ હરિ પટેલ (ઉંમર 22 વર્ષ), અજય મોહન પટેલ (27 વર્ષીય)ના રૂપમાં થઇ છે.


4-4 લાખ વળતરની જાહેરાત

4-4 લાખ વળતરની જાહેરાત

મૃતકોના પરિવારજનો માટે વળતરની પણ જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે કૂવામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને 4-4 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. આ હૃદયદ્રાવક અકસ્માત બાદ સમગ્ર ગામમાં શોકનો માહોલ છે. મૃતકોના પરિવારજનોની રડીરડીને હાલત કફોડી બની ગઇ છે. ગામના વડીલોના જણાવ્યા મુજબ આ કૂવો વર્ષોથી તહેવારોમાં મૂર્તિઓ અને જવારે વિસર્જન માટે ઉપયોગમાં લેવાતો હતો, પરંતુ આ વખતે તે મોટા અકસ્માતનું કારણ બની ગયો


ઘટનાની તપાસનો આદેશ

ઘટનાની તપાસનો આદેશ

ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ અને વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને બચાવ કામગીરી શરૂ કરી હતી. તમામ મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. ખંડવા જિલ્લા પ્રશાસને આ અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ કૂવામાં મિથેન ગેસ હતો, જેના કારણે યુવકોનો શ્વાસ રૂંધાવાથી મોત થઇ ગયું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top