બેંકનું કામ હોય તો ફટાફટ પતાવી લેજો, કર્મચારીઓ હળતાળ પર જવાના, બેંક સતત 4 દિવસ બંધ રહેશે
Bank Employees Strike: યુનિટેડ ફોરમ ઓફ બેંક યુનિયન (UFBU) દ્વારા સરકારી બેન્કોમાં કામ કરતાં કર્મચારીઓની પડતર માગણીઓને લઈને આગામી 24 અને 25 માર્ચના રોજ બેંક હડતાળની જાહેરાત કરવામાં આવી છે. હળતાળ 2 દિવસની છે, પરંતુ એ પહેલા શનિ અને રવિવાર આવતા હોવાથી બેંક સતત 4 દિવસ બંધ રહેશે. જેથી તમારે પણ બેન્કને લઈને કોઈક કામ હોય તો આ તારીખો પહેલા પતાવી લેવું જોઈએ. પછી તમારું કામ 4 દીવાસ બાદ જ થઇ શકશે.
ગઈકાલે ઘોડદોડ રોડની બેંક ઓફ ઇન્ડિયા (BOB) સુરત ઝોનલની બહાર જુદી-જુદી બેન્કના કર્મચારીઓ અને અધિકારીઓએ નારા લગાવવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. UFBUના આગેવાન વસંત બારોટ, અનિલ દુબે અને સંજીવ દલાલ હાજર રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા પેન્શન તેમજ ગ્રેચ્યૂટી જેવી જવાબદારીમાંથી છુટકારો મેળવવા માટે બેંકમાં કાયમી કર્મચારીઓની નવી ભરતી છેલ્લા ઘણા સમયથી બંધ કરી દેબામાં આવી છે.
નવી ભરતીની જગ્યાએ સરકાર એપ્રેન્ટિસ દ્વારા કામ ચલાવવા માગે છે. જેના ભાગરૂપે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)માં 13,000 બેંક ઓફ બરોડા (BOB)માં 4000, યુનિયન બેંક ઓફ ઇન્દીઅમાં 2500 તેમજ અલગ-અલગ સરકારી બેન્કોમાં એપ્રેન્ટીસની ભરતી પાડવામાં આવી રહી છે, જેથી સરકાર તમામ જવાબદારીઓમાંથી દૂર રહી શકે. આ સરકારનું અમાનવીય વલણ છે. સરકારી બેન્કોમાં કાયમી કર્મચારીઓના અભાવે બેન્કોમાં કામકાજનું ભારણ વધી રહ્યું છે. આ ભારણ ઘટાવા સરકારે કાયમી કર્મચારીઓની ભરતી કરાવી જોઈએ. તેમજ કર્મચારીઓ પર લાગૂ કરવામાં આવેલી નવી પેન્શન યોજનાની જગ્યાએ જૂની પેન્શન યોજના લાગૂ કરવી જોઇએ.
આ સાથે જ અન્ય સરકારી વિભાગોની જેમ 5 દિવસીય બેન્કિંગ વ્યવહારની માગ કરવામાં આવી છે. આ સિવાય વર્કમેન/ઓફિસરના ડિરેક્ટરોની નિમણૂક કરવા જેવા અન્ય મહત્ત્વની પડતર માગણીઓ, તેમજ કાયમી નોકરીનું કામચલાઉ ધોરણ પર આઉટસોર્સ કરવાનો વિરોધ બેન્કના કર્મચારીઓ કરી રહ્યા છે. UFBU દ્વારા પ્રમોશન, બદલી, ક્લાસ ફોર કર્મચારીઓની નિમણૂંક ન કરવી, પગાર પંચ જેવા મુદ્દાઓને લઈને વર્ષ 2024માં પણ 2 વખત હળતાળ કરવામાં આવી હતી. પરંતુ છેલ્લી 4 વખતથી સરકાર વાટાઘાટો શરુ કરીને યુનિયન પાસે હળતાળ સમેટાવી લે છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર ફરી એક વખત હળતાળ સમેટાવી લેવામાં સફળ થશે કે નહીં?
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp