આ જગ્યાએ ગેરકાયદેસર દરગાહ હટાવવાને લઈને હોબાળો, મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ ટીમ પર પથ્થરમાર

આ જગ્યાએ ગેરકાયદેસર દરગાહ હટાવવાને લઈને હોબાળો, મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ ટીમ પર પથ્થરમારો

04/16/2025 National

SidhiKhabar

SidhiKhabar

આ જગ્યાએ ગેરકાયદેસર દરગાહ હટાવવાને લઈને હોબાળો, મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ ટીમ પર પથ્થરમાર

મહારાષ્ટ્રના નાસિકમાં ગઈકાલે રાત્રે ગેરકાયદેસર દરગાહને દૂર કરવા ગયેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ અને પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જવાબમાં પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. આજે પણ  દરગાહ પર કાર્યવાહી માટે પોલીસ તૈનાત છે. નાસિકના કાઠે ગલી વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનધિકૃત જાહેર કરાયેલી સાતપીર દરગાહને દૂર કરવાની ઝુંબેશ મધ્યરાત્રિએ શરૂ કરવામાં આવી હતી. આ માટે, કાઠે ગલીથી ભાભા નગર તરફ જતા વાહનવ્યવહારને અન્ય રૂટ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. દિવસભર ભારે સુરક્ષા વ્યવસ્થા રહેશે. મહાનગરપાલિકાએ 15 દિવસમાં અનધિકૃત બાંધકામ દૂર કરવા માટે નોટિસ ફટકારી હતી, તેથી આજે તણાવપૂર્ણ માહોલ રહેવાની શક્યતા છે.


શું છે આખો મામલો?

શું છે આખો મામલો?

નાસિકના કાઠે ગલી સિગ્નલ વિસ્તારમાં આવેલા સાતપીર દરગાહને મ્યુનિસિપલ કોર્પોરેશને નોટિસ ફટકારી હતી. કોર્પોરેશને કહ્યું હતું કે, 15 દિવસમાં અતિક્રમણ દૂર ન કરવા પર કાર્યવાહીની વાત કહી હતી. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ, સાતપીર દરગાહ અનધિકૃત છે. આ નોટિસ કોર્પોરેશન દ્વારા દરગાહની દિવાલ પર લગાવવામાં આવી હતી.


લોકોની ફરિયાદ પર મ્યુનિસિપલ કોર્પોરેશને હટાવ્યું હતું અતિક્રમણ

લોકોની ફરિયાદ પર મ્યુનિસિપલ કોર્પોરેશને હટાવ્યું હતું અતિક્રમણ

દ્વારકા વિસ્તારમાં કાઠે ગલી સિગ્નલ પાસે સાતપીર દરગાહ બનાવવામાં આવી છે. 23 ફેબ્રુઆરીના રોજ, સ્થાનિક નાગરિકોની ફરિયાદોને પગલે, નાસિક મ્યુનિસિપલ કોર્પોરેશનના અતિક્રમણ વિભાગે દરગાહની આસપાસના કેટલાક દબાણ દૂર કર્યા. ત્યારબાદ, સાતપીર દરગાહ ટ્રસ્ટ તરફથી બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન, કોર્ટને જાણવા મળ્યું કે આ દરગાહ અનઅધિકૃત હતી. ત્યારબાદ, મ્યુનિસિપલ કોર્પોરેશને નોટિસ ફટકારીને 15 દિવસમાં તમામ અનધિકૃત બાંધકામો દૂર કરવાનો નિર્દેશ આપ્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top