અમદાવાદમાં બહુમાળી ઇમારતમાં આગ લાગી, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા; રુવાડા ઉભા કરી દેશે આ વીડિયો

અમદાવાદમાં બહુમાળી ઇમારતમાં આગ લાગી, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા; રુવાડા ઉભા કરી દેશે આ વીડિયો

04/11/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

અમદાવાદમાં બહુમાળી ઇમારતમાં આગ લાગી, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા; રુવાડા ઉભા કરી દેશે આ વીડિયો

Ahmedabad Fire Breaks Out: અમદાવાદમાં એક બહુમાળી ઇમારતમાં આગ લાગી છે. તેનાથી ડરીને લોકો ઇમારતના માળ પરથી નીચે ઉતરવા લાગ્યા. તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં કેટલાક લોકો ગેલેરી પર ઉભા રહીને બાળકોને નીચે ઉતારવાનો પ્રયાસ કરતા જોવા મળે છે.

ઇમારતમાં લાગેલી આગનો ધુમાડો દૂર દૂર સુધી દેખાઇ રહ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે અને લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.


સુરતમાં પણ લાગી હતી આગ

સુરતમાં પણ લાગી હતી આગ

તેવી જ રીતે, સુરતમાં પણ આજે સવારે એક બહુમાળી ઇમારતમાં આગ લાગી હતી. ભીષણ આગને કારણે, કેટલાક લોકો ઉપરના માળે ફસાઈ ગયા. ત્યારબાદ ફાયર વિભાગની ગાડીઓએ છત પર ફસાયેલા 18 લોકોનું દિલધડક રેસ્ક્યૂ કર્યું હતું. સુરતના મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે, શહેરના વેસુ વિસ્તારમાં આવેલી બહુમાળી હેપ્પી એક્સેલન્સિયા ઇમારતના સાતમા માળે સવારે 8 વાગ્યાની આસપાસ આગ લાગી હતી અને ટૂંક સમયમાં જ બે ઉપરના માળને પણ પોતાની લપેટમાં લઈ લીધા હતા. અચાનક લાગેલી આગને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગથી બચવા માટે કેટલાક લોકો ઉપરના માળ તરફ ભાગ્યા.


આ ઘટનામાં કોઈને ઈજા નહીં

આ ઘટનામાં કોઈને ઈજા નહીં

માવાણીએ જણાવ્યું હતું કે ફાયર વિભાગના રહેવાસીઓને ઇમારતમાંથી નીચે આવવામાં મદદ કરી હતી. આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. ઇમારતની સામે રહેતા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું.

બચાવાયેલા એક રહેવાસીએ જણાવ્યું કે ઘણા લોકો ધુમાડા અને આગથી બચવા માટે છત પર ગયા હતા. ગાઢ ધુમાડાને કારણે પગથિયા પરથી નીચે ઉતરવું અશક્ય હતું. ફાયર વિભાગના કર્મીઓએ પહેલા આગ બૂઝાવી અને પછી અમારા ચહેરા પર ભીના ટુવાલથી વીંટાળીને અમને નીચે ઉતાર્યા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top