ગુજરાતમાં ગરમીના કારણે રાજ્યના ઘણા શહેરોમાં તાપમાન 38 ડિગ્રીને પાર થઈ ગયું છે. આ દરમિયાન, હવામાન વિભાગે આગાહી જાહેર કરીને બતાવવામાં આવ્યું છે કે પશ્ચિમી વિક્ષેપને કારણે, ગુજરાતને ભીષણ ગરમીથી આંશિક રાહત મળી શકે છે, જેમાં વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડી અને બપોરે ગરમી રહેશે. જ્યારે રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 34-40 ડિગ્રી વચ્ચે નોંધાયું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં ફેરફારની આગાહી કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમ હિમાલયમાં એક પશ્ચિમી વિક્ષેપ સક્રિય થઈ રહ્યું છે, જેની અસર 26 માર્ચથી ગુજરાતમાં પણ જોવા મળશે. પશ્ચિમી પવનોને કારણે, 1 એપ્રિલ સુધીમાં ગુજરાતમાં હવામાન બદલાઈ શકે છે. ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ, ખાસ કરીને 29 માર્ચથી 1 એપ્રિલ સુધીના 3 દિવસ દરમિયાન, કમોસમી વરસાદ પડી શકે છે.
30 માર્ચ– ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લામાં હવામાન બદલાશે.
31 માર્ચ- ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, આણંદ, પંચમહાલ, ભરૂચ અને કચ્છ જિલ્લાઓ.
1 એપ્રિલ– અમદાવાદ, આણંદ, ખેડા, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહિસાગર, અરવલ્લી અને ભાવનગર જિલ્લામાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભેજમાં વધારો થવાને કારણે, 25 માર્ચ સુધી દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેજ પવન ફૂંકાશે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, 25 માર્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનોને કારણે અસ્વસ્થતાભરી સ્થિતિ રહેવાની શક્યતા છે. આ સાથે, 26 મે સુધીમાં ભયંકર વાવાઝોડું આવવાની શક્યતા છે.