કેટલું શરમજનક ગણાય નહીં! DJના તેજ અવાજથી કિશોરીને હાર્ટ એટેક આવ્યો, છોકરી તડપતી રહી અને હોસ્પિટલ કાગળિયા માગતી રહી
બુધવારે રાત્રે DJના તેજ અવાજે 15 વર્ષની છોકરીનો જીવ લઈ લીધો. DJનો તેજ અવાજ સાંભળીને છોકરી બેભાન થઈને પડી ગઈ. પરિવારજનો તેને સદર હૉસ્પિટલ લઈ ગયા. ત્યાં છોકરીનું મોત થઈ ગયું. છોકરીના પરિવારજનોએ ડૉક્ટરો પર સારવારમાં બેદરકારીનો આરોપ લગાવ્યો છે. DJના તેજ અવાજને કારણે જે છોકરીએ પોતાનો જીવ ગુમાવનાર કિશોરી શિવહરના વોર્ડ નંબર-5ના રસીદપુર ગામની રહેવાસી હતી. તેનું નામ પિંકી કુમારી હતું. તે હૃદયરોગથી પીડિત હતી. તેના પિતા, રિક્ષા ચલાવીને, તેની સારવાર કરાવી રહ્યા હતા. છોકરીના મોત બાદ, પરિવારે આરોપી ડૉક્ટરો અને તબીબી કર્મચારીઓ સામે કાર્યવાહી માટે પોલીસમાં ફરિયાદ કરી છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
એવું કહેવાય છે કે બુધવારે મોડી રાત્રે 11:00 વાગ્યાની આસપાસ, પાડોશી સોનફી સાહના પૌત્રના લગ્ન માટે મટકોર પૂજાનો કાર્યક્રમ હતો. આ દરમિયાન, DJ રથ સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. પિંકી તેના પરિવાર સાથે શોભાયાત્રા જોવા માટે ઘરની બહાર ગઈ હતી. આ દરમિયાન DJનો તેજ અવાજ સાંભળીને પિંકી અચાનક બેભાન થઈ ગઈ. ત્યારબાદ પરિવારજનો તેને બાઇક પર સદર હૉસ્પિટલ લઈ ગયા. પરિવારજનોનો આરોપ છે કે હૉસ્પિટલમાં સારવારના નામે ઔપચારિકતા કરવામાં આવી હતી. તેમનું કહેવું છે કે ડૉક્ટરોની બેદરકારીને કારણે છોકરીનું મોત થયું છે.
કિશોરીના મોતથી ગુસ્સે ભરાયેલા પરિવારના સભ્યોએ નારેબાજી કરતા પ્રદર્શન શરૂ કરી દીધું. જોત જોતામાં સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં ત્યાં પહોંચી ગયા. ગુસ્સે ભરાયેલા લોકો આરોપી ડૉક્ટરો સામે કડક કાર્યવાહીની માગ કરી રહ્યા હતા. ઘટનાની માહિતી મળતા નગર પરિષદના અધ્યક્ષ રાજન નંદન સિંહ પણ ઘટનાસ્થળે પહોંચ્યા. તેમણે કહ્યું કે આ સ્પષ્ટપણે ડૉક્ટર અને હૉસ્પિટલની બેદરકારીનો મામલો છે. તેઓ જિલ્લા અધિકારીને મળશે અને સંબંધિત અધિકારીઓ અને ડૉક્ટરો સામે કાર્યવાહી માટે અરજી કરશે. લોકોના વિરોધની માહિતી મળતા જ શિવહર પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ હૉસ્પિટલ પહોંચી. પોલીસે લોકોને સમજાવીને શાંત પાડ્યા. હાલમાં પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp