બેન્ક લોન લેનારા ગ્રાહકો માટે સારા સમાચાર, RBIએ રેપો રેટમાં કર્યો બમ્પર ઘટાડો; ઓછી થઈ જશે EMI
RBI Repo Rate Cut: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ની MPC બેઠકના પરિણામો આવી ગયા છે અને કેન્દ્રીય બેન્કે ફરી એકવાર મોટી રાહત આપી છે. વાસ્તવમાં, RBIએ સતત ત્રીજી વખત રેપો રેટમાં ઘટાડો કર્યો છે અને તેમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. આ તાજેતરના ઘટાડા બાદ, રેપો રેટ હવે 6 ટકાથી ઘટીને 5.50 ટકા થઈ ગયો છે. અંતિમ બે MPC બેઠકોમાં પણ વ્યાજ દરમાં 25-25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. બેન્ક લોન લેતા ગ્રાહકો માટે સારા સમાચાર છે, કારણ કે હવે તેમનો EMI વધુ ઘટશે.
રિપોર્ટમાં બમ્પર ઘટાડા બાદ 0.50 ટકાના ઘટાડા બાબતે જાણકારી શેર કરતા RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યુ કે, બેઠકમાં SDF રેટ 5.25 ટકાથી ઘટાડીને 2.25 ટકા કરવામાં આવ્યો છે, જ્યારે MSF રેટને પણ 6.25 ટકાથી ઘટાડીને 5.75 ટકા કરી દેવામાં આવી છે. તેમણે ગ્લોબલ માર્કેટમાં અનિશ્ચિતતા યથાવત રહેવાની વાત કહેતા FY26માં મોઘવારીનું અનુમાન પણ જાહેર કર્યું અને તે 3.7 ટકા રાખ્યું છે. આ અગાઉ તે 4 ટકા વ્યક્ત કરવામાં આવ્યું હતું.
રેપો રેટનું સીધું કનેક્શન બેન્ક લોન લેતા ગ્રાહકો સાથે છે. તેના ઘટાડાને કારણે, લોનની EMI ઘટે છે અને તેના વધારાને કારણે તે વધે છે. વાસ્તવમાં, રેપો રેટ એ દર છે જેના પર દેશની કેન્દ્રીય બેન્ક ભંડોળની કોઈપણ અછતના કિસ્સામાં વાણિજ્યિક બેંકોને નાણાં ઉછીના આપે છે. મોનેટરી ઓથોરિટીઝ દ્વારા રેપો રેટનો ઉપયોગ ફુગાવાને નિયંત્રિત કરવા માટે કરવામાં આવે છે.
RBI MPCની બેઠક 4 જૂને શરૂ થઈ હતી અને આજે 6 જૂને તેના પરિણામો જાહેર કરવામાં આવ્યા. તાજેતરના રેપો રેટ ઘટાડા અગાઉ પણ, આ વર્ષની છેલ્લી 2 બેઠકોમાં રાહત આપવામાં આવી હતી. અગાઉ ફેબ્રુઆરીમાં યોજાયેલી બેઠકમાં રેપો રેટ 0.25 ટકા ઘટાડવામાં આવ્યો હતો, ત્યારબાદ તે 6.50 ટકા થી ઘટીને 6.25 ટકા થયો હતો. ત્યારબાદ એપ્રિલમાં યોજાયેલી નાણાકીય વર્ષ 26ની પહેલી MPC બેઠકમાં, તેને ફરી એકવાર 25 બેસિસ પોઈન્ટ ઘટાડીને 6 ટકા કરવામાં આવ્યો હતો અને હવે રિઝર્વ બેન્કે રેપો રેટ ઘટાડાની હેટ્રિક લાગૂ કરીને લોન લેનારા ગ્રાહકોને મોટી ભેટ આપી છે.
માની લો કે તમે કોઈ બેન્ક પાસે 50 લાખની હોમ લોન 30 વર્ષ માટે લીધી છે અને તેના બદલે તમે 9 ટકાનું વ્યાજ આપી રહ્યા છો તમારી માસિક EMI 40,231 રૂપિયા હશે. તો RBI રેપો રેટમાં 50 બેઝિસ પોઈન્ટના ઘટાડા બાદ આ EMI ઘટીને 38,446 રૂપિયા થઈ જશે એટલે કે માસિક EMIમાં 2000 રૂપિયાનો ઘટાડો થશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp