પહેલગામ હુમલા પર PM મોદીના નિવેદન બાદ શુભમની પત્ની બોલી- ‘મારી માત્ર 2 જ માગ છે..’

પહેલગામ હુમલા પર PM મોદીના નિવેદન બાદ શુભમની પત્ની બોલી- ‘મારી માત્ર 2 જ માગ છે..’

05/22/2025 National

SidhiKhabar

SidhiKhabar

પહેલગામ હુમલા પર PM મોદીના નિવેદન બાદ શુભમની પત્ની બોલી- ‘મારી માત્ર 2 જ માગ છે..’

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના એક મહિના બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો છે. રાજસ્થાનના બિકાનેરમાં એક સરકારી કાર્યક્રમ દરમિયાન, વડાપ્રધાને સ્પષ્ટ કર્યું કે ભારત હવે વધુ આતંકવાદી હુમલાઓને સહન નહીં કરે. પાકિસ્તાનની સેના અને તેની અર્થવ્યવસ્થાએ આતંકવાદી હુમલાઓનું પરિણામ ભોગવવું પડશે. એશાન્યા દ્વિવેદીએ બિકાનેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન પર પ્રતિક્રિયા આપી. પહેલગામમાં આતંકવાદીઓએ આ એજ એશાન્યાના પતિ શુભમ દ્વિવેદીની હત્યા કરી હતી.


PMના સંબોધન પર એશાન્યાએ શું કહ્યું?

PMના સંબોધન પર એશાન્યાએ શું કહ્યું?

પ્રધાનમંત્રીના સંબોધન પર એશાન્યાએ કહ્યું કે અમે માત્ર એટલું જ ઇચ્છીએ છીએ કે આતંકવાદીઓનો ખાત્મો થાય. હું આ આઘાતમાંથી બહાર આવી નથી શકતી. શુભમની માતા ચૂપ થઈ ગઈ છે. આ મુદ્દા પર બધાએ એક થવું જોઈએ, સેના કોઈ પાર્ટી માટે નહીં, દેશ માટે લડે છે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે અશ્ન્યા દ્વિવેદી ભારત દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીથી સંતુષ્ટ છે કે નહીં?, ત્યારે તેમણે કહ્યું કે હાં, બિલકુલ. જે રીતે પાકિસ્તાન અને ભારતમાં રહેતા બધા આતંકવાદીઓને મારવામાં આવી રહ્યા છે અથવા તેમના ઠેકાણાઓને તબાહ કરવામાં આવી રહ્યા છે, તે આપણી સેનાનો બદલો હતો.


‘મને બે જ વસ્તુ જોઈએ છે...’

‘મને બે જ વસ્તુ જોઈએ છે...’

તેમણે કહ્યું કે ઓપરેશન તો ચાલી રહ્યું છે. શરૂઆતથી જ હું એમ જ કહી રહી છું કે મને માત્ર 2 જ વસ્તુ જોઈએ છે. એક તો, આતંકવાદ ખતમ કરવો જોઈએ અને બીજું, શુભમને શહીદનો દરજ્જો મળે. એશાન્યાએ કહ્યું કે આખા દેશે આતંકવાદ સામે એક થવું જોઈએ. આતંકવાદીઓ માત્ર પાકિસ્તાનમાં જ ઉછરે છે. તેઓ આતંકવાદીઓને તેમના ધ્વજમાં લપેટીને તેમના અંતિમ સંસ્કાર કરી રહ્યા છે. આપણે પાકિસ્તાનનો બહિષ્કાર કરવો જોઈએ.

એશાન્યાએ કહ્યું કે હું આખા દેશને કહી રહી છું કે જે 26 લોકો માર્યા ગયા છે તે ગુમનામી મૃત્યુ ન પામે. તેમને શહીદ અને અમરનો દરજ્જો આપવામાં આવે. અમારો ધર્મ પૂછીને મારવામાં આવ્યા. શુભમ માટે મારી અપીલ છે કે તેને શહીદનો દરજ્જો આપો. તમે આતંકવાદને એક તમાચો મારો. તમે પાકિસ્તાનને કહો છો કે અમે પોતાના નાગરિકોને ગુમનામીમાં મરવા નહીં દઈએ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top