‘3 ફોન, લેપટોપ, FDના કાગળ..’, જ્યોતિ મલ્હોત્રાના પિતાએ જણાવ્યું- ઘરથી શું-શું લઈ ગઈ સુરક્ષા એજન્સીઓ?
પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી માટે કથિત રૂપે જાસૂસી કરવાના આરોપમાં લોકપ્રિય યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે તેને 5 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી છે, જેથી આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી શકાય. જ્યોતિ મલ્હોત્રાના પિતાના જણાવ્યા અનુસાર, ધરપકડ દરમિયાન તપાસ એજન્સીની ટીમે તેમના ઘરમાંથી કેટલાક મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો તેમજ મોબાઇલ ફોન અને લેપટોપ વગેરે જેવા કેટલાક ઇલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કર્યા હતા. આ ઉપકરણોમાં કોઈ સંવેદનશીલ માહિતીની આપ-લે થઈ હતી કેમ કે તે જાણવા માટે ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે.
જ્યોતિ મલ્હોત્રાના પિતાએ ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે, ‘જ્યોતિએ મને કહ્યું હતું કે તે ભારતીય અધિકારીઓની પરવાનગી લઈને પાકિસ્તાન ગઈ હતી. જ્યોતિનો પાકિસ્તાનમાં એક મિત્ર છે, જેની સાથે તે વાતો કરતી રહે છે. ગુરુવારે, પોલીસ મારા ઘરે આવી અને તેમની સાથે એક કેમેરામેન પણ હતો. તેઓ મારા ઘરમાંથી જે પણ સામાન લઈ ગયા, તેનો વીડિયો બનાવવામાં આવ્યો. તેઓ મારા ઘરમાંથી બેંક નકલો, FD દસ્તાવેજો, 3 મોબાઈલ ફોન, પાસપોર્ટ અને લેપટોપ લઈ ગયા છે.’
હિસાર પોલીસે એક પ્રેસ નોટ જાહેર કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, 16 મેના રોજ હિસાર પોલીસે જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરી હતી. તે કેટલાક PIO સાથે સંપર્કમાં હતી અને કેટલીક માહિતીનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું. પોલીસે આરોપીઓ પાસેથી 3 મોબાઈલ ફોન, એક લેપટોપ અને કેટલાક અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કર્યા છે. આ સાથે કુરુક્ષેત્રના રહેવાસી હરકીરતને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. હરકીરત વિઝા સેવાઓ પૂરી પાડે છે. પોલીસે હરકીરત પાસેથી 2 મોબાઈલ ફોન જપ્ત કર્યા. હરકીરતની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી.
પ્રેસ નોટમાં આગળ જણાવાયું છે કે, ‘જ્યોતિ અને હરકીરત પાસેથી મળેલા મોબાઇલ ફોન, લેપટોપ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોને તપાસ માટે ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા છે, જ્યાં વિશ્લેષણ ચાલુ છે. વિશ્લેષણનું પરિણામ હજુ સુધી હિસાર પોલીસને સોંપવામાં આવ્યું નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp