નાલ એરબેઝ પર એરફોર્સના અધિકારીઓ અને જવાનોને મળશે PM મોદી, જાણો કેમ ખાસ છે આ મુલાકાત

નાલ એરબેઝ પર એરફોર્સના અધિકારીઓ અને જવાનોને મળશે PM મોદી, જાણો કેમ ખાસ છે આ મુલાકાત

05/22/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

નાલ એરબેઝ પર એરફોર્સના અધિકારીઓ અને જવાનોને મળશે PM મોદી, જાણો કેમ ખાસ છે આ મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના બિકાનેરમાં નાલ એરબેઝની મુલાકાત લેશે, જ્યાં તેઓ ભારતીય વાયુસેનાના બહાદુર સૈનિકોને મળશે જેમણે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના ડ્રોન અને મિસાઇલ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા. ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન મોદીની આ બીજા એરબેઝની મુલાકાત છે, આ અગાઉ તેઓ પંજાબના આદમપુર એરબેઝની મુલાકાત લઈ ચૂક્યા છે. આજે, વડાપ્રધાન મોદી બિકાનેરના પાલનમાં 'ઓપરેશન સિંદૂર' બાદ પોતાની પહેલી જાહેર સભાને સંબોધિત કરશે.


નાલ એરબેઝ પાકિસ્તાન સરહદથી 150 કિમી દૂર છે

નાલ એરબેઝ પાકિસ્તાન સરહદથી 150 કિમી દૂર છે

પાકિસ્તાન સરહદથી માત્ર 150 કિમી દૂર બિકાનેરનું નાલ એરબેઝ ભારતની પશ્ચિમી સરહદની સુરક્ષા માટે એક મહત્ત્વપૂર્ણ વ્યૂહાત્મક કેન્દ્ર છે. 7 મેની રાત્રે 'ઓપરેશન સિંદૂર' દરમિયાન, ભારતીય મિસાઇલોએ બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઠેકાણા નષ્ટ કરી દીધા હતા. ત્યારબાદ, પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલોથી નાલ એરબેઝ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય વાયુસેનાના બહાદુરોએ મજબૂત એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. બિકાનેરની આસપાસ ડ્રોન અને મિસાઇલોનો કાટમાળ વિખરાયેલો મળી આવ્યો હતો.


ભારતના હુમલામાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા

ભારતના હુમલામાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા

22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જવાબમાં, ભારતે 6-7 મેની રાત્રે 'ઓપરેશન સિંદૂર' લોન્ચ કર્યું. આ ઓપરેશનમાં, પાકિસ્તાન અને PoKમાં 9 આતંકવાદી ઠેકાણા તબાહ કરવામાંઆવ્યા હતા, જેમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલયના વિનાશની તસવીરો આ ઓપરેશનની સફળતાની સાક્ષી આપે છે. 'ઓપરેશન સિંદૂર'ની સફળતા બાદ, વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, 'ઓપરેશન સિંદૂર એ આતંકવાદ સામે ભારતની નવી નીતિ છે. અમે આતંકવાદીઓ અને તેમના પ્રાયોજકોને અલગ નહીં જોઈએ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top