ભાજપમાં ભડકો? ધોળકા નગરપાલિકાના 11 કાઉન્સિલરોએ રાજીનામાં આપી દીધા, તો બીજી તરફ અમદાવાદના સાંસદે

ભાજપમાં ભડકો? ધોળકા નગરપાલિકાના 11 કાઉન્સિલરોએ રાજીનામાં આપી દીધા, તો બીજી તરફ અમદાવાદના સાંસદે પત્ર લખીને...

05/01/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

ભાજપમાં ભડકો? ધોળકા નગરપાલિકાના 11 કાઉન્સિલરોએ રાજીનામાં આપી દીધા, તો બીજી તરફ અમદાવાદના સાંસદે

આમ તો દરેક રાજકીય પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક આંતરિક વિખવાદ રહેતા હોય જ છે. કોઈ પાર્ટી આ મામલે સારું સમાધાન શોધી કાઢે છે અથવા નારાજ સભ્યોને સમજાવવામાં સફળ થઈ જાય છે તો કેટલીક પાર્ટીઓ આમ કરવામાં નિષ્ફળ જાય છે. ગુજરાતમાં શિસ્તબદ્ધ ગણાતી પાર્ટી ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે. અમદાવાદનાં ધોળકા નગરપાલિકામાં ભાજપમાં ભડકો થયો છે અહીં ઘણા કાઉન્સિલરોએ રાજીનામાં ધરી દીધા છે તો બીજી તરફ ગ્રામજનોની ફરિયાદ બાદ અમદાવાદના સાંસદે પત્ર લખીને ધારાસભ્યને રજૂઆત કરી છે.


ધોળકા નગરપાલિકાના 11 કાઉન્સિલરના રાજીનામાં:

ધોળકા નગરપાલિકાના 11 કાઉન્સિલરના રાજીનામાં:

મળતી માહિતી અનુસાર ભાજપ શાસિત ધોળકા નગર પાલિકાના ભાજપના 12 કાઉન્સિલરોએ રજિસ્ટર વિભાગમાં પોતાના રાજીનામા સોંપી દીધા હતા,. તેમાથી એક કાઉન્સિલરે રાજીનામું પરત ખેંચી લીધું છે. કહેવામા આવી રહ્યું છે કે, રજૂઆતો છતા કામ ન થતા હોવાથી તમામ કાઉન્સિલરો નારાજ હતા. કાઉન્સિલરોના રાજીનામા ભાજપના આગેવાનો સક્રિય થઈ ગયા છે. ગુપ્ત સ્થળે ભાજપના આગેવાનો અને હોદ્દેદારોની બેઠકનો દૌર શરુ થઈ ગયો છે.  તો આ મામલે ધોળકા નગરપાલિકાના અધિકારી ચીફ ઑફિસરેનું કહેવું છે કે 'આ બાબતે રાજીનામાના ડૉક્યુમેન્ટ કે રાજીનામા આપવા માટે કાઉન્સિલરો આવ્યા નથી. તો બીજી તરફ અમદાવાદમાં ભાજપમાં વિખવાદ થતો જોવા મળી રહ્યો છે.


અમદાવાદના સાંસદે ધારાસભ્યને પત્ર લખવો પડ્યો

અમદાવાદના સાંસદે ધારાસભ્યને પત્ર લખવો પડ્યો

છેલ્લાં ઘણાં સમયથી પ્રદેશ પ્રમુખની નિમણૂંકમાં થતી ખેંચતાણ પણ જાહેરમાં જોવા મળી છે. તો  બીજી તરફ ભાજપના જ લોકોને અમદાવાદના જિલ્લા પ્રમુખની નિમણૂક પસંદ આવી રહી નથી. એવામાં હવે નેતાઓ પત્રો લખીને એક-બીજાની પોલ ખોલી રહ્યા છે. ગ્રામજનો દ્વારા અમદાવાદ જિલ્લાના દાસ્ક્રોઈ તાલુકા વિસ્તારના ધામતવાણ ગામના સરપંચ અને તેના પતિ વિરૂદ્ધ કરોડોના ભ્રષ્ટાચારની ફરિયાદ અમદાવાદ પૂર્વના લોકસભા સાંસદ હસમુખ પટેલને કરવામાં આવતા તેમણે ધારાસભ્ય બાબુસિંહ જાદવને સમસ્યાનું નિરાકરણ લાવવા અને ભ્રષ્ટાચાર સામે પગલાં લેવા કહ્યુંછે. જોકે, સાંસદ હસમુખ પટેલે વટવા ધારાસભ્ય બાબુસિંહ જાધવને યોગ્ય કાર્યવાહી કરવાનો પત્ર લખતા ભાજપમાં જ ખળભળાટ મચી ગયો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top