ત્રણેય સેનાના પ્રમુખો સાથે હાઇ લેવલ મીટિંગમાં PM મોદીએ આપી ખુલ્લી છૂટ, બોલ્યા- ‘ટારગેટ, સમય અને તારીખ..’
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે પહેલગામ આતંકવાદી હુમલાને લઈને હાઇલેવલ બેઠક કરી હતી. રક્ષા મંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને CDS અનિલ ચૌહાણ ઉપરાંત ત્રણેય સેનાના પ્રમુખ પણ હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રી આવાસપર થયેલી આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવા માટે સેનાને ખુલ્લી છૂટ આપવાની વાત કરી હતી.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં વડાપ્રધાને કહ્યું કે આતંકવાદને યોગ્ય ઝટકો આપવાનો આપણો રાષ્ટ્રીય સંકલ્પ છે. પ્રધાનમંત્રીએ ભારતીય સશસ્ત્ર દળોની વ્યાવસાયિક ક્ષમતાઓમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો. વડાપ્રધાનએ કહ્યું કે તેમને આપની પ્રતિક્રિયાની રીત, લક્ષ્ય અને સમય પર નિર્ણય લેવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. આ બેઠકમાં આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, નેવી ચીફ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી અને વાયુસેનાના પ્રમુખ અમર પ્રીત સિંહ હાજર રહ્યા હતા. લગભગ 90 મિનિટ સુધી ચાલેલી આ બેઠકમાં પહેલગામ હુમલા પછીની સુરક્ષા પરિસ્થિતિ, આતંકવાદીઓ વિરુદ્ધ ચાલી રહેલા ઓપરેશનો અને ભવિષ્યની રણનીતિ પર ઊંડાણપૂર્વક વિચાર-વિમર્શ કરવામાં આવ્યું. આ બેઠક વડાપ્રધાનના નેતૃત્વમાં સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિની બેઠકના એક દિવસ અગાઉ થઈ હતી. આ અગાઉ રાજનાથ સિંહે સોમવારે વડાપ્રધાન મોદીને જમ્મુ અને કાશ્મીરની સુરક્ષા પરિસ્થિતિ બાબતે માહિતી આપી હતી.
22 એપ્રિલે પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઉપરાંત ઘણા લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા. તેને તાજેતરના વર્ષોમાં થયેલા સૌથી ઘાતક આતંકવાદી હુમલાઓમાંથી એક માનવામાં આવે છે. હુમલા બાદ ખીણમાં સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. હુમલામાં સામેલ આતંકવાદીઓની શોધ ચાલુ છે. તે માટે સુરક્ષા દળો વિવિધ સ્થળોએ કોમ્બિંગ ઓપરેશન ચલાવી રહ્યા છે. આ હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ રહ્યો છે. ત્યારબાદ, ભારત સરકારે પાકિસ્તાન પર અનેક પ્રતિબંધો લાદવાનો નિર્ણય લીધો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp