કેનેડામાં ચૂંટણીનું પરિણામ આવી ગયું, જાણો કોણ બન્યા નવા રાષ્ટ્રપતિ, PM મોદીએ પાઠવ્યા અભિનંદન

કેનેડામાં ચૂંટણીનું પરિણામ આવી ગયું, જાણો કોણ બન્યા નવા રાષ્ટ્રપતિ, PM મોદીએ પાઠવ્યા અભિનંદન

04/29/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

કેનેડામાં ચૂંટણીનું પરિણામ આવી ગયું, જાણો કોણ બન્યા નવા રાષ્ટ્રપતિ, PM મોદીએ પાઠવ્યા અભિનંદન

કેનેડામાં ચૂંટણીના પરિણામો આવી ગયા છે. વડાપ્રધાન માર્ક કાર્નીની લિબરલ પાર્ટીએ આ ચૂંટણીમાં જીત હાંસલ કરી છે. આ જીતને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓ અને ટ્રેડ વૉર સાથે જોડવામાં આવી રહી છે. કેનેડાની સત્તાવાર ન્યૂઝ ચેનલ, કેનેડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન અનુસાર, કેનેડામાં કુલ 343 સંસદીય બેઠકો છે, જેમાંથી મોટાભાગની બેઠકો પર લિબરલ પાર્ટીના ઉમેદવારોએ જીત મેળવી છે.


વડાપ્રધાન મોદીએ પાઠવ્યા અભિનંદન

વડાપ્રધાન મોદીએ પાઠવ્યા અભિનંદન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ માર્ક કાર્નીને લિબરલ પાર્ટીની જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ શેર કરી છે. લિબરલની આ જીત પાછળનું કારણ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ તેમની સ્પષ્ટતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બનતા પહેલા જ ટ્રમ્પે કેનેડાને 51મું રાજ્ય બનાવવાની ઓફર આપી ચૂક્યા હતા.

એવામાં ન માત્ર વડાપ્રધાન માર્ક કાર્ની, પરંતુ સમગ્ર લિબરલ પાર્ટીએ ટ્રમ્પના આ નિવેદનનો સખત વિરોધ કર્યો હતો. આ મુદ્દો કેનેડાનો ચૂંટણી એજન્ડા બની ગયો છે, જેના આધારે લિબરલ પાર્ટી સતત ચોથી વખત સત્તામાં આવવાની તૈયારી કરી રહી છે.


ટ્રૂડોએ રાજીનામું આપ્યું હતું

ટ્રૂડોએ રાજીનામું આપ્યું હતું

વિપક્ષી કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પિયર પોલીવરે આશા વ્યક્ત કરી હતી કે ભૂતપૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોના રાજીનામા બાદ કેનેડામાં ચૂંટણીઓ યોજાશે અને તેમની પાર્ટીને સત્તામાં આવવાની તક મળશે. છેલ્લા કેટલાક વર્ષોમાં કેનેડામાં જસ્ટિન ટ્રૂડોની લોકપ્રિયતામાં ખૂબ ઘટાડો થયો હતો.

કેનેડામાં મોંઘવારીએ ચરમસીમાએ પહોંચી ગઈ છે. કેનેડિયનો ખાદ્યપદાર્થો અને મકાનોના ભાવમાં રેકોર્ડબ્રેક વધારાનો વિરોધ કર્યો. આખરે જસ્ટિન ટ્રૂડોને પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું. જસ્ટિન ટ્રૂડો પછી માર્ક કાર્નીએ લિબરલ પાર્ટીની કમાન સંભાળી. જોકે, આ દરમિયાન ટ્રમ્પે અમેરિકામાં વાપસી કરી અને કેનેડાને 51મું રાજ્ય બનાવવાની જાહેરાત કરી.

2 વખત સેન્ટ્રલ બેન્કર રહી ચૂકેલા કાર્ની લિબરલ પાર્ટીના નેતા અને વડાપ્રધાન બન્યા. એવામાં, તેમણે ટ્રમ્પના નિવેદનનો વિરોધ કર્યો અને ટ્રેડ વૉર વિરુદ્ધ પણ સખત વિરોધ કર્યો. આ તમામ પરિસ્થિતિઓને લિબરલ પાર્ટીની જીતના મુખ્ય કારણો માનવામાં આવી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top