‘..પીડિત હોવાનો ડોળ ન કરે’, WHOમાં ભારતનો સખત સંદેશ, પાકિસ્તાનને જબરદસ્ત રીતે સંભળાવી દીધું
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના મંચ પરથી, ભારતે આતંકવાદ અને ખોટા પ્રચારના મુદ્દા પર પાકિસ્તાનને તીખો જવાબ આપ્યો. ભારતીય રાજદ્વારી અનુપમા સિંહે પાકિસ્તાન પર સીધો હુમલો કરતા કહ્યું કે પાકિસ્તાન હજુ પણ જેહાદી આતંકવાદનું કેન્દ્ર છે. પાકિસ્તાન આતંકવાદને પોષે છે, પાકિસ્તાન આતંકવાદને જન્મ આપે છે, તે પીડિત હોવાનો ડોળ નહીં કરી શકે. અનુપમા સિંહે કહ્યું કે, આતંકવાદી હુમલાઓનું પ્રાયોજક અને આયોજક સીધા પાકિસ્તાની ધરતીથી કામ કરે છે. તેમણે પાકિસ્તાનને આડે હાથ લીધું કેમ કે WHO જેવા વૈશ્વિક પ્લેટફોર્મનો ઉપયોગ ખોટું બોલવા અને વિક્ટિમ કાર્ડ રમવા માટે કરે.
ભારતીય પ્રતિનિધિએ એ પણ સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાન સિંધુ જળ સંધિ અંગે વારંવાર ખોટો પ્રચાર ફેલાવી રહ્યું છે. પાકિસ્તાન સિંધુ જળ સંધિ વિશે જુઠ્ઠાણા ફેલાવે છે, જ્યારે ભારત સંધિનું સંપૂર્ણપણે પાલન કરી રહ્યું છે.
ભારતે ઓપરેશન સિંદૂરથી આતંક વિરુદ્ધ એક નવી લકીર ખેંચી દીધી છે અને મોદી સરકારે પાકિસ્તાનનો નકાબ ઉતારવાનો પ્લાન પણ તૈયાર કરી લીધો છે, જેનાથી પાકિસ્તાનનો આતંકી ચહેરો દુનિયા સામે આવી જશે. સરકારે નક્કી કર્યું છે કે તે પાકિસ્તાનના આતંકવાદ અને ઓપરેશન સિંદૂર બાબતે પણ દુનિયાને બતાવશે. તેના માટે ભારતની બધી પાર્ટીઓના 51 નેતા અને 85 રાજદૂત, 32 અલગ-અલગ દેશોમાં 7 ડેલિગેશનને મોકલવામાં આવશે. જ્યાં આ ડેલિગેશન બતાવશે કે કેવી રીતે પાકિસ્તાન આતંકવાદને પાળે છે અને ઓપરેશન સિંદૂરથી ભારતે પાકિસ્તાનના આ જ આતંક પર વાર કર્યો હતો.
પાકિસ્તાનમાં ઉછરી રહેલા આતંકનું સત્ય, દુનિયા સામે ઉજાગર કરવાની જવાબદારી મળનારા ડેલિગેશનમાં માત્ર ભાજપ જ નહીં, પરંતુ દેશની બધી પાર્ટીઓના નેતા સામેલ છે અને આ 7માથી 2 ડેલિગેશન બુધવારે રવાના થયું. પહેલું ડેલિગેશન JDUના કાર્યકારી અધ્યક્ષ સંજય ઝાના નેતૃત્વમાં જાપાન રવાના થયું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp