બિકાનેરમાં PM મોદી બોલ્યા- ‘દુનિયાએ જોઈ લીધું, જ્યારે સિંદુર બારૂદ બની જાય છે તો શું થાય છે...’

બિકાનેરમાં PM મોદી બોલ્યા- ‘દુનિયાએ જોઈ લીધું, જ્યારે સિંદુર બારૂદ બની જાય છે તો શું થાય છે...’

05/22/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

બિકાનેરમાં PM મોદી બોલ્યા- ‘દુનિયાએ જોઈ લીધું, જ્યારે સિંદુર બારૂદ બની જાય છે તો શું થાય છે...’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર બિકાનેરમાં આતંકવાદ પર જોરદાર પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે, આતંકવાદીઓએ આપણી બહેનોની માગનું સિંદૂર ઉજાડી દીધું હતું. એ ગોળીઓ પહેલગામમાં ચાલી હતી, પરંતુ એ ગોળીઓથી 140 કરોડ દેશવાસીઓની છાતી વીંધી નાખી હતી. ત્યારબાદ, અમે એક થઈને સંકલ્પ કર્યો કે અમે આતંકવાદીઓને માટીમાં મળાવી દઇશું. તેમને કલ્પના કરતા પણ મોટી સજા આપીશું. આજે, તમારા આશીર્વાદ અને દેશની સેનાના શૌર્યથી, આપણે બધા તેના પર ખરા ઉતર્યા છીએ.


પાકિસ્તાનનું રહિમયાર એરબેઝ ICUમાં પડ્યું છે

પાકિસ્તાનનું રહિમયાર એરબેઝ ICUમાં પડ્યું છે

વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમારી સરકારે ત્રણેય સેનાઓને છૂટ આપી દીધી હતી અને ત્રણેયે મળીને એવું ચક્રવ્યૂહ બનાવ્યું કે પાકિસ્તાનને ઘૂંટણિયે પડવાની ફરજ પડી. 22મી તારીખે થયેલા હુમલાના જવાબમાં, આપણે 22 મિનિટમાં આતંકવાદીઓના 9 સૌથી મોટા ઠેકાણાઓને નષ્ટ કરી દીધા. તેમણે કહ્યું કે, દુનિયાએ અને દેશના દુશ્મનોએ પણ જોઈ લીધું કે જ્યારે સિંદૂર બારૂદ બાની જાય છે તો શું પરિણામ આવે છે. જે લોકો સિંદૂર મટાડવા નીકળ્યા હતા, તેમને માટીમાં મળાવી દીધા. જે લોકો વિચારતા હતા કે ભારત ચૂપ રહેશે, જે પોતાના હથિયારો પર ઘમંડ કરતા હતા, તેઓ આજે કાટમાળના ઢગલા નીચે દબાયેલા છે. મારા પ્રિય દેશવાસીઓ, આ શોધ-પ્રતિશોધની રમત નથી, આ ન્યાયનું એક નવું સ્વરૂપ છે. આ ઓપરેશન સિંદૂર છે, આ માત્ર આક્રોશ નથી.

તેમણે કહ્યું કે, પાકિસ્તાને દરેક આતંકી હુમલાની ભારે કિંમત ચૂકવવી પડશે અને આ કિંમત પાકિસ્તાની સેના ચૂકવશે, પાકિસ્તાની અર્થવ્યવસ્થા ચૂકવશે. જ્યારે હું દિલ્હીથી અહીં આવ્યો તો બિકાનેરના નાલ એરપોર્ટ પર ઉતર્યો. પાકિસ્તાને આ એરબેઝને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ એરબેઝને રતિભાર પણ નુકસાન ન પહોંચાડી શક્યું અને અહીંથી થોડે દૂર સીમા પર પાકિસ્તાનનું રહિમયાર એરબેઝ છે, ખબર નહીં ક્યારે ખુલશે. ICUમાં પડ્યું છે. પાકિસ્તાન સાથે ન ટ્રેડ થશે, ન ટોક. જો વાત થશે તો પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરની. ભારતીયોના લોહી સાથે રમવું પાકિસ્તાનને મોઘું પડશે.


મોદીનું મગજ ઠંડુ છે, ઠંડુ રહે છે, પરંતુ લોહી ગરમ રહે છે

મોદીનું મગજ ઠંડુ છે, ઠંડુ રહે છે, પરંતુ લોહી ગરમ રહે છે

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, એટમ બોમ્બની ધમકીથી ભારત નહીં ડરે. આતંકના આકાઓ અને આતંકીને આશ્રય આપનારી સરકારને અલગ-અલગ નહીં જોઇએ. તેમને પણ એક માનીશું, પાકિસ્તાનનું આ સ્ટેટ અને નોન સ્ટેટ એક્ટરવાળો ખેલ હવે નહીં ચાલે. તમે જોયું હશે, આખી દુનિયામાં પાકિસ્તાનની પોલ ખોલવામાં આપણા દેશના 7 અલગ અલગ પ્રતિનિધિ મંડળ વિશ્વભરમાં પહોંચી રહ્યા છે. તેમાં દેશના સમસ્ત રાજકીય દળોના લોકો છે. હવે પાકિસ્તાનનો અસલી ચહેરો આખી દુનિયાને દેખાડવામાં આવશે. પાકિસ્તાન ભારત સામે ક્યારેય સીધી લડાઈ જીતી નહીં શકે. જ્યારે પણ સીધી લડાઈ થાય છે તો વારંવાર પાકિસ્તાનને માર ખાવો પડે છે. એટલે ભારત વિરુદ્ધ પાકિસ્તાને આતંકવાદને લડાઈનું હથિયાર બનાવ્યું છે. આઝાદી બાદ છેલ્લા ઘણા દાયકાઓથી આવું જ ચાલતું આવી રહ્યું છે. પાકિસ્તાન આતંક ફેલાવતું હતું, નિર્દોષ લોકોની હત્યા કરતું હતું. ભારતમાં ડરનો માહોલ બનતો હતો, પરંતુ પાકિસ્તાન એક વાત ભૂલી ગયું. હવે મા ભારતીનો સેવક મોદી અહીં છાતી તાણીને ઊભો છે. મોદીનું મગજ ઠંડુ છે, ઠંડુ રહે છે, પરંતુ લોહી ગરમ રહે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top