પહેલગામ આતંકવાદી હુમલા પર પાકિસ્તાનનું પહેલું નિવેદન, રક્ષા મંત્રી બોલ્યા- ‘અમારો કોઈ હાથ નથી,

પહેલગામ આતંકવાદી હુમલા પર પાકિસ્તાનનું પહેલું નિવેદન, રક્ષા મંત્રી બોલ્યા- ‘અમારો કોઈ હાથ નથી, ભારતના લોકો..’

04/23/2025 World

SidhiKhabar

SidhiKhabar

પહેલગામ આતંકવાદી હુમલા પર પાકિસ્તાનનું પહેલું નિવેદન, રક્ષા મંત્રી બોલ્યા- ‘અમારો કોઈ હાથ નથી,

પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન ફરી એકવાર ઉઘાડું પડી ગયું છે, પરંતુ ત્યાંની સરકાર જુઠ્ઠું બોલવાનું બંધ કરી રહી નથી. પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફનું એક નિવેદન સામે આવ્યું છે જેમાં તેઓ કહી રહ્યા છે કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા સાથે પાકિસ્તાનનો કોઈ સંબંધ નથી. તેમનો દેશ તમામ પ્રકારના આતંકવાદની નિંદા કરે છે. ખ્વાજા આસિફે આ નિવેદન એક પાકિસ્તાની ટીવી ન્યૂઝ ચેનલને આપ્યું છે અને પોતાના નિવેદનમાં તેમણે ભારત પર આરોપ લગાવ્યો છે. આસિફે કહ્યું કે આ હુમલા પાછળ ભારતના લોકો જ સામેલ છે. ભારતમાં, નાગાલેન્ડથી લઈને મણિપુર અને કાશ્મીર સુધી, લોકો સરકારની વિરુદ્ધ છે.


ખ્વાજા આસિફે ભારત પર લગાવી દીધો આરોપ

ખ્વાજા આસિફે ભારત પર લગાવી દીધો આરોપ

ખ્વાજા આસિફે વધુમાં કહ્યું કે, ભારત સરકાર લોકોના હક મારી રહી છે અને તેમનું શોષણ કરી રહી છે, એટલે જ લોકો તેમની વિરુદ્ધ ઉભા થઈ રહ્યા છે. પાકિસ્તાનના રક્ષા મંત્રીએ હુમલા અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે, પહેલગામમાં બનેલી આવી ઘટના સાથે અમારો કોઈ સંબંધ નથી. હું આવા હુમલાઓની નિંદા કરું છું. ખાસ કરીને નાગરિકો પર આવા હુમલા ન થવા જોઈએ.


પાકિસ્તાન પોતાની હરકતોથી ઉપર નથી આવવાનું

પાકિસ્તાન પોતાની હરકતોથી ઉપર નથી આવવાનું

પાકિસ્તાનનાં રક્ષા મંત્રીનું આ નિવેદન દર્શાવે છે કે પાકિસ્તાન હજી પોતાની હરકતોથી ઉપર નથી આવવાનું. પાકિસ્તાન હજી પણ આતંકીઓને પોતાને ત્યાં આશ્રય આપી રહ્યું છે. અને તેણે આ નિવેદન માત્ર એટલે આપ્યું છે કારણ કે તે ભારતના આતંકવાદીઓ સામે જવાબી કરવાહી સામે ડરી ગયું છે. જ્યાં બધા દેશના નેતા આતંકવાદી ઘટનાઓની નિંદા કરી રહ્યા છે અને તેઓ આતંકવાદ સામે ભારત સાથે છે એમ કહી રહ્યા છે ત્યારે રક્ષા મંત્રીના નિવેદન પરથી તો એવું જ લાગે છે કે તેમણે નામ માત્રથી જ આતંકવાદી ઘટનાની નિંદા કરી છે. આમ એટલે કહેવામાં આવી રહ્યું છે કેમ કે આટલી મોટી આતંકી ઘટના છતા તેમણે ભારત સામે ઝેર ઓકવાનું તો ન જ છોડ્યું. ભલે પાકિસ્તાની રક્ષા મંત્રી આ ઘટનામાં પાકિસ્તાનનો હાથ ન હોવાનું કહી રહ્યા હોય, પરંતુ આ આતંકવાદીઓની લિન્ક પાકિસ્તાની ટેરેરિસ્ટ ગ્રુપ સાથે હોવાનું કહેવામા આવી રહ્યું છે. જે પણ હોય તે પણ દેશના લોકોમાં આ ઘટના બાદ ગુસ્સો જોવા મળી રહ્યો છે. અને આતંકવાદીઓ સામે કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top