Surat: માતા-પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો, રમતા-રમતા 9 માસનો છોકરો પાણી ભરેલી ડોલમાં પડી ગયો
સુરતમાં માતા-પિતાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. લિંબાયતમાં 9 મહિનાનો છોકરો રમતા-રમતા પાણીની ડોલમાં પડી ગયો હતો, જેથે તેનું મોત થઇ ગયું હતું. છોકરો પોતાની બહેન સાથે પાણી ભરેલી ડોલમાં રમી રહ્યો હતો. અને તેની માતા નજીકમાં કામ કરી રહી હતી. ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.
મળતી માહિતી મુજબ, રાજસ્થાનના મૂળ વાતની અને હાલમાં લિંબાયતના ગોકુળનગર વિસ્તારમાં રહેતા રાજુભાઇ ભીલ સંચા ખાતામાં કામ કરીને પોતાની પત્ની અને 2 સંતાનનું ગુજરાન ચલાવે છે. રાજુભાઇ 2 સંતાનમાંથી 9 મહિનાનો પુત્ર વિપુલ શનિવારે સાંજે પોતાની બહેન સાથે પાણીની ડોલમાં રમી રહ્યો હતો. આ દરમિયાન માતા નજીક જ રસોઈ બનાવતી હતી, ત્યારે વિપુલે ડોલમાં માથું નાખી દીધું એટલે તે ડૂબવા લાગ્યો હતો અને બેભાન થઈ ગયો હતો. આ જોઇને વિપુલની બહેને માતાને આ અંગે જાણ કરી હતી. જેથી માતા તાત્કાલિક દોડી આવી હતી. ત્યારબાદ પરિવારજનોએ બાળકને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના ડૉક્ટરોએ વિપુલને મૃત જાહેર કરી દીધો હતો. લિંબાયત પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આવી ભૂતકાલમાં પણ એનક ઘટનાઓ બની ચૂકી છે, જેમાં માતા-પિતાની બેદરકારીને કારણે ભૂલકાઓએ જીવ ગુમાવવો પડ્યો હોય. તો માતા-પિતાએ બાળકોની યોગી દેખરેખ રાખવી જરૂરી બની ગયું છે, પરંતુ આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં માતા-પિતા બાળકોને યોગ્ય દેખરેખ પણ કરી શકતા નથી અને તેમને સમય પણ ફાળવી શકતા નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp