ઇરાનના અબ્બાસ શહેરના રાજઈ બંદરગાહ પર ભીષણ ધમાકો, 280 લોકો ઇજાગ્રસ્ત, જુઓ વીડિયો

ઇરાનના અબ્બાસ શહેરના રાજઈ બંદરગાહ પર ભીષણ ધમાકો, 280 લોકો ઇજાગ્રસ્ત, જુઓ વીડિયો

04/26/2025 World

SidhiKhabar

SidhiKhabar

ઇરાનના અબ્બાસ શહેરના રાજઈ બંદરગાહ પર ભીષણ ધમાકો, 280 લોકો ઇજાગ્રસ્ત, જુઓ વીડિયો

ઈરાનના બંદરગાહ શહેર બંદર અબ્બાસમાં શનિવારે એક ભીષણ ધમાકો થવા અને આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાંતીય આપત્તિ વ્યવસ્થાપન અધિકારી મેહરદાદ હસનઝાદેહે જણાવ્યું હતું કે, વિસ્ફોટમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોની સંખ્યા 280 છે. ઇજાગ્રસ્તોમાંથી ઘણા લોકોને હોર્મોજગાન પ્રાંતની હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે.


આગ વધુ ગંભીર બનવાનો ભય

આગ વધુ ગંભીર બનવાનો ભય

હસનઝાદેહના મતે, આ ધમાકો રાજઈ બંદરગાહ પર કન્ટેનરના કારણે થયો. રાહત અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે અન્ય ટીમો વિસ્તાર ખાલી કરાવી રહી છે. સમાચાર એજન્સી AP અનુસાર, આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં, આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા ઉડતા દેખાઈ રહ્યા છે.

રાજઈ બંદરગાહ મુખ્યત્વે કન્ટેનર ટ્રાફિકનું સંચાલન કરે છે અને ત્યાં તેલના ટેન્ક અને પેટ્રોકેમિકલ યુનિટ પણ ઉપસ્થિત છે, જેના કારણે આગ વધુ ગંભીર બનવાનો ભય છે. ધમાકા બાદ ઇરાનની કસ્ટમ્સ ઓથોરિટીએ બધા કસ્ટમ કાર્યાલયોને આદેશ કર્યો છે કે તેઓ બંદરગાહ માટે નિકાસ અને ટ્રાન્ઝિટ શિપમેન્ટ મોકલવા પર તાત્કાલિક પ્રતિબંધ લગાવી દે. આ પ્રતિબંધ આગામી આદેશ સુધી પ્રભાવી રહેશે. જો કે, જે ટ્રકોએ પહેલા જ કસ્ટમ્સ ડ્યૂટીની પ્રક્રિયા પૂરી કરી લીધી હતી, તેમને બંદરગાહ ક્ષેત્રમાંથી બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવી છે.


ક્ષેત્રિય વેપાર અને સપ્લાઈ ચેન પર પણ મોટી અસર પડી

ક્ષેત્રિય વેપાર અને સપ્લાઈ ચેન પર પણ મોટી અસર પડી

આ દરમિયાન રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સેવાના પ્રમુખ યકતાપરસ્તે જણાવ્યું કે, બંદરગાહના ધમકામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને વિભિન્ન હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. શનિવારે થયેલા આ ધમાકાએ ન માત્ર બંદરહાહની ગતિવિધિઓને ઠપ્પ કરી દીધી છે, પરંતુ ક્ષેત્રિય વેપાર અને સપ્લાઈ ચેન પર પણ મોટી અસર પાડી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top