બિલવલ ભુટ્ટોનો લવારો, બોલ્યા- ‘ક્યાં તો સિંધુમાં અમારું પાણી વહેશે અથવા તેમનું..’

બિલવલ ભુટ્ટોનો લવારો, બોલ્યા- ‘ક્યાં તો સિંધુમાં અમારું પાણી વહેશે અથવા તેમનું..’

04/26/2025 World

SidhiKhabar

SidhiKhabar

બિલવલ ભુટ્ટોનો લવારો, બોલ્યા- ‘ક્યાં તો સિંધુમાં અમારું પાણી વહેશે અથવા તેમનું..’

જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ તરફથી કરવામાં આવેલા ક્રૂર હુમલામાં 27 નિર્દોષ નાગરિકોના મોત બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજદ્વારી તણાવ વધુ ગાઢ બની ગયો છે. પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના વડા બિલવાલ ભુટ્ટો ઝરદારીનો લવારો સામે આવ્યો છે. તેણે આક્રમક અને ઉશ્કેરણીજનક નિવેદન આપીને પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી દીધી. જાહેર સભાને સંબોધન કરતા, બિલાવલ ભુટ્ટોએ ભારતને સીધી જ સિંધુ જળ સંધિ અંગે ધમકી આપી દીધી.

તેણે કહ્યું કે, ‘હું સિંધુ નદીના કિનારે ઊભો થઈને ભારતને કહેવા માગું છું કે સિંધુ અમારી છે અને અમારી જ રહેશે. અથવા તો અમારું પાણી આ નદીમાંથી વહેશે અથવા તેમનું લોહી તેમાં વહેશે. આ નિવેદનને ભારત સામે ખુલ્લેઆમ હિંસા ઉશ્કેરનારું માનવામાં આવી રહ્યું છે, ખાસ કરીને એવા સમયે જ્યારે પહેલગામ હુમલાને કારણે આખા દેશમાં દર્દ અને ગુસ્સો જોવા મળી રહ્યો છે.


ભારતે સિંધુ જળ સંધિ રદ કરી

ભારતે સિંધુ જળ સંધિ રદ કરી

ભારતે 1960માં વર્લ્ડ બેન્કની મધ્યસ્થતાથી થયેલી સિંધુ જળ સંધિ અંગે પુનર્વિચારણાની પ્રક્રિયા શરૂ કરી છે. આ સંધિ ભારત અને પાકિસ્તાન વચ્ચે પાણીની વહેંચણી અંગેની ઐતિહાસિક સંધિ રહી છે, જેણે બે યુદ્ધ દરમિયાન પણ જેમની તેમ જાળવી રાખી હતી. પરંતુ સતત આતંકવાદી પ્રવૃત્તિઓ અને પાકિસ્તાનની બિન-સહકારી ભૂમિકાને કારણે ભારતે હવે તેને મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે.


બિલવાલ ભુટ્ટોએ ભારતને ગણાવ્યું હુમલાવર

બિલવાલ ભુટ્ટોએ ભારતને ગણાવ્યું હુમલાવર

પાકિસ્તાની નેતા ભુટ્ટોએ દાવો કર્યો હતો કે ભારતે ‘સિંધુ પર હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે ભારતની વસ્તી આપણા કરતા વધારે હોઈ શકે છે, પરંતુ પાકિસ્તાનના લોકો બહાદુર છે. આપણે સરહદો પર અને પાકિસ્તાનની અંદર પણ લડીશું. આપણો અવાજ ભારતને યોગ્ય જવાબ આપશે. આ નિવેદનથી સ્પષ્ટ છે કે પાકિસ્તાનનું રાજકીય નેતૃત્વ આતંકવાદની નિંદા કરવાને બદલે આક્રમક રાષ્ટ્રવાદને હવા આપી રહ્યું છે, જેનાથી રાજદ્વારી સંવાદની શક્યતાઓમ વધુ ઓછી થતી નજરે પડી રહી છે.


ભારતની રાજદ્વારી સખ્તાઈ

ભારતની રાજદ્વારી સખ્તાઈ

પહેલગામમાં થયેલા હુમલા બાદ ભારતે ઘણા નક્કર પગલાં લીધાં છે. તેમાં ન માત્ર પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવા અને વાપસીના નિર્દેશ સામેલ છે, પરંતુ તેમાં ‘સિંધુ જળ સંધિને રોકવાની દિશામાં પગલાઓ પણ તેમાં ઉમેરવામાં આવ્યા છે. ભારત વિશ્વ બેંક સાથે નવી રીતે આ સંધિની સમીક્ષા કરી રહ્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top