‘બાંગ્લાદેશ પણ ખૂબ છટપટ કરી રહ્યું છે, તેનું ..’ ગંગાજળ સાંધિને લઈને નિશિકાંત દુબેએ કરી દીધી મોટી માગ
પહેલગામ આતંકવાદી હુમલાને લઈને દેશના લોકોમાં પાકિસ્તાન સામેના આક્રોશ વચ્ચે, ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ શનિવારે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા બાંગ્લાદેશ પર નિશાન સાધ્યું. તેમણે પોતાના X (અગાઉનું ટ્વીટર) હેન્ડલ પરથી પોસ્ટ કરી કે, 'બાંગ્લાદેશ પણ ખૂબ છટપટ કરી રહ્યું છે, તેનું પણ ગંગા નદીનું પાણી બંધ કરવાનો સમય આવી ગયો છે. તે આપણાથી પાણી પીને જીવશે, અને પાકિસ્તાનથી ગાશે. ત્યાબાદ તેમણે, એક અંગ્રેજી વેબસાઇટના રિપોર્ટનો સ્ક્રીનશોટ શેર કરતા લખ્યું કે, 'ગંગાજળ આ પાપીઓને?'
बांग्लादेशी भी बड़ा छटपट कर रहा है,उसको भी गंगा नदी का पानी बंद करने का समय आ गया है, पानी पीकर जीएगा हमसे,गायेगा पाकिस्तान से — Dr Nishikant Dubey (@nishikant_dubey) April 26, 2025
बांग्लादेशी भी बड़ा छटपट कर रहा है,उसको भी गंगा नदी का पानी बंद करने का समय आ गया है, पानी पीकर जीएगा हमसे,गायेगा पाकिस्तान से
નિશિકાંત દુબેએ જે રિપોર્ટનો સ્ક્રિનશૉટ શેર કર્યો છે તે મુજબ બાંગ્લાદેશની વચગાળાની સરકારના સલાહકારે તાજેતરમાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના એક ઓપરેટિવ સાથે મુલાકાત કરી હતી. અહેવાલો અનુસાર, બાંગ્લાદેશની વચગાળાની સરકારના કાયદાકીય સલાહકાર ડૉ. આસિફ નજરુલ, પહેલગામ આતંકવાદી હુમલાના એક દિવસ બાદ ઢાકામાં લશ્કર-એ-તૈયબા (LeT)ના વરિષ્ઠ ઓપરેટિવ ઇઝહર સાથે કથિત મુલાકાત કરી હતી. આ બાબતથી પરિચિત લોકોએ જણાવ્યું હતું કે આ ઘટનાક્રમ ભારત વિરુદ્ધ બળવાખોરીને પ્રોત્સાહન આપવામાં વર્તમાન ઢાકા સરકારની સંડોવણીની શંકા ઉભી કરે છે.
પહેલગામમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કરના આતંકવાદીઓએ 26 પ્રવાસીઓની ગોળી મારીને હત્યા કર્યા બાદ સમગ્ર ભારતમાં ગુસ્સો છે. મોદી સરકાર આ હુમલામાં સામેલ આતંકવાદીઓ અને તેમના આકાઓને તેમની કલ્પના કરતા પણ મોટી સજા આપશે. કેન્દ્ર સરકારે શરૂઆતનું પગલું ભરતા 1960માં પાકિસ્તાન સાથે થયેલી 'સિંધુ જળ સંધિ'ને સ્થગિત કરી દીધી છે. આ ઉપરાંત, અટારી ચેકપોસ્ટ બંધ કરી દેવામાં આવી છે. પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવેલા તમામ પ્રકારના વિઝા તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યા છે. ભારતે પાકિસ્તાનને એક અઠવાડિયાની અંદર નવી દિલ્હી સ્થિત તેના ઉચ્ચાયોગમાંથી તમામ સંરક્ષણ સલાહકારોને પાછા બોલાવવા કહ્યું છે.
ગંગા નદીના પાણીની વહેંચણી માટે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 1996માં ગંગા જળ વહેંચણી સંધિ પર હસ્તાક્ષર થયા હતા. આ સંધિ 1975માં ફરક્કા બેરેજના નિર્માણ બાદ ઉદ્ભવેલા વિવાદને ઉકેલવા માટે હતી, જેનો ઉદ્દેશ્ય કોલકાતા બંદર તરફ પાણીનો પ્રવાહ જાળવી રાખવાનો હતો. આ સંધિ 30 વર્ષ માટે હતી અને 2026માં સમાપ્ત થવાની હતી, જેને પરસ્પર સંમતિથી નવીકરણ કરી શકાય છે. ફરક્કા બેરેજ ભારતમાં ગંગા નદી પર બન્યો છે અને પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશ સરહદથી લગભગ 10 કિલોમીટર દૂર સ્થિત છે.
કોલકાતા બંદરમાં પાણીનું સ્તર જહાજોના નેવિગેશન માટે યોગ્ય રાખવા માટે 1975માં ફરક્કા બેરેજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તેના દ્વારા, ગંગા નદીનું પાણી હુગલી નદી તરફ વાળવામાં આવ્યું છે. ગંગા જળ વહેંચણી સંધિમાં પાણીની ઉપલબ્ધતા અનુસાર, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પાણીની વહેંચણી પાણીની ઉપલબ્ધતા અનુસાર નક્કી કરવામાં આવી હતી. જો પાણીની ઉપલબ્ધતા 70,000 ક્યૂસેકથી ઓછી હોય, તો બંને દેશોને 50-50 ટકા પાણી મળશે. જો પાણીની ઉપલબ્ધતા 70,000 થી 75,000 ક્યૂસેક વચ્ચે હોય, તો બાંગ્લાદેશને 35,000 ક્યૂસેક મળશે અને બાકીનું પાણી ભારતને મળશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp