10 વર્ષ સુધી પાઇ-પાઇ જોડીને ખરીદી ડ્રીમ કાર, ડિલિવરીના એક કલાકની અંદર સળગીને રાખ થઈ ગઈ ફરારી, જુઓ વીડિયો
દરેકનું સપનું હોય છે કે તેની પાસે આલીશાન બંગલો, લક્ઝરી કાર અને સ્ટાઇલિશ જીવનશૈલી હોય, પરંતુ આવી ઇચ્છા પૂરી કરવા માટે સખત મહેનત કરવી પડે છે અને બચત પણ જરૂરી છે. ત્યારે સપના સાકાર થાય છે. જાપાનના એક શખ્સે પણ કંઈક આવું જ કર્યું હતું, પરંતુ તેની બધી મહેનત આગમાં ભસ્મીભૂત થઈ ગઈ. વાસ્તવમાં, ટોક્યો (જાપાન)ના એક્સપ્રેસ વે પર આગમાં 2.5 કરોડ રૂપિયાની કિંમતની એક લક્ઝરી ફેરારી કાર બળીને રાખ થઈ ગઈ હતી, પરંતુ શું તમે જાણો છો કે આમાં દુઃખદ વાત શું છે? જે વ્યક્તિના ડ્રીમ ફેરારી કાર હતી, તેણે 10 વર્ષ સુધી પૈસા બચાવ્યા બાદ તેને ખરીદી હતી. તેનાથી પણ વધુ દુઃખદ વાત એ છે કે, કાર ઘર પર ડિલિવરી થયાના એક કલાક બાદ જ બળીને રાખ થઈ ગઈ. હવે વિચારો કે તે શખ્સ પર શું વીતી રહી હશે. આ વ્યક્તિએ સોશિયલ મીડિયા પર પોતાના દુ:ખ વ્યક્ત કર્યું અને તેણે પોતાની કારની એક ફ્રેશ તસવીર સાથે-સાથે બળી ગયેલી કારની તસવીરો પણ શેર કરી છે.
મ્યૂઝિક પ્રોડ્યૂસર હોનકોન (33)એ 16 એપ્રિલ, 2025ના રોજ પોતાના સપનાની કાર, ફરારી ખરીદવા માટે 10 વર્ષ સુધી પાઇ-પાઇ જોડીને પૈસા બચાવ્યા હતા. કારની ડિલિવરી થયા બાદ, જ્યારે તે તેની રાઈડની મજા લેવા શૂતો એક્સપ્રેસવે પર નીકળ્યા, તો એક કલાકની અંદર કારમાં આગ લાગી ગઈ અને 20 મિનિટમાં કારને આગે ઘેરી લીધી. ગાડી એટલી બળી ગઈ છે કે તેને રિપેર કરવાની કોઈ સંભાવના જ નથી. આ દુર્ઘટનામાં માલ હાનિ તો થઈ જ છે, જીવ સુરક્ષિત છે તે સૌભાગ્યની વાત છે. હકીકતમાં, જ્યારે હોનકોને કારમાં આગ લાગી ત્યારે તરત જ તે તેમાંથી બહાર નીકળી ગયો. કારમાં આગળ આગ કેવી રીતે લાગી તે જાણી શકાયું નથી. આ દરમિયાન, મેટ્રોપોલિટન પોલીસ વિભાગ આ મામલાની તપાસ કરી રહ્યો છે.
フェラーリ納車して1時間後に燃え果てました。こんなトラブル体験するの日本中で俺一人だと思う。 https://t.co/USsOVQHsyW pic.twitter.com/zlKeQwIEpM — ほんこん (@Niatan_2525) April 16, 2025
フェラーリ納車して1時間後に燃え果てました。こんなトラブル体験するの日本中で俺一人だと思う。 https://t.co/USsOVQHsyW pic.twitter.com/zlKeQwIEpM
આ દરમિયાન, હોનકોને પોતાના X હેન્ડલ પર આગમાં પોતાની ડ્રીમ કાર બળીને રાખ થઈ ગઈ તેની તસવીરો શેર કરતા પોસ્ટના કેપ્શનમાં લખ્યું કે, ‘ડિલિવરી થયાના એક કલાકમાં મારી કાર બળીને રાખ થઈ ગઈ, હું વિશ્વાસથી કહી શકું છું કે હું આખા જાપાનમાં એકમાત્ર વ્યક્તિ છું, જેની સાથે આવો અકસ્માત થયો છે.’ ધ સન સાથે વાત કરતા હોનકોને કહ્યું કે, ‘હું ખૂબ ડરી ગયો હતો કે જરૂર તેમાં બ્લાસ્ટ થવાનો છે, એટલે હું ઝડપથી તેમાંથી બહાર નીકળી ગયો.
フェラーリってホントに燃えるんだね。 pic.twitter.com/S2bOMCWsDH — まっきー@DeafVR (@Mackey_0430) April 16, 2025
フェラーリってホントに燃えるんだね。 pic.twitter.com/S2bOMCWsDH
હવે લોકો આ અકસ્માત પર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. મોટાભાગના લોકોએ હોનકોનને હિમ્મત આપવાનો પ્રયાસ કર્યો છે અને હોનકોન અકસ્માતમાંથી સુરક્ષિત રીતે બચી ગયો તે જાણીને રાહતનો શ્વાસ પણ લીધો. ઘણા લોકોએ કહ્યું છે કે તેમને આશા છે કે વીમા કંપની આમાં તમને સંપૂર્ણ સમર્થન આપશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp